Western Times News

Gujarati News

બનાસકાંઠા જિલ્લા અદાલત ખસેડવાના નિર્ણયનો કેમ વિરોધ કરી રહ્યા છે વકીલો

બાર કાઉÂન્સલ ઓફ ગુજરાતના સભ્ય શંકરસિંહ ગોહિલનું ખુલ્લું સમર્થન

ગાંધીનગર, બનાસકાઠા જિલ્લા અદાલતને પાલનપુર શહેરથી દૂર જગાણા ખાતે ખસેડવાના સત્તાધીશોના નિર્ણય સામે વકીલ આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાલનપુર બાર એસોસિએશન દ્વારા આ નિર્ણયના વિરોધમાં આયોજિત પ્રતિકાત્મક ધરણા કાર્યક્રમમાં વકીલોએ મોટી સંખ્યામાં ઉમટી પડી પોતાની એકતાનું પ્રદર્શન કર્યું હતું. આ આંદોલનને બાર કાઉÂન્સલ ઓફ ગુજરાતના સભ્ય શંકરસિંહ ગોહિલે ખુલ્લું સમર્થન આપી ન્યાયની આ લડતમાં વકીલોની સાથે ખભેખભો મિલાવીને ઉભા રહેવાની ખાતરી આપી છે.

આ પ્રસંગે શંકરસિંહ ગોહિલે જગાણા કોર્ટ ખસેડવાના નિર્ણયને અયોગ્ય અને અવિવેકી ગણાવતા જણાવ્યું હતું કે, આ નિર્ણય માત્ર વકીલ સમાજ જ નહીં પરંતુ સમગ્ર ન્યાયપ્રણાલી માટે નુકસાનકારક સાબિત થશે. વકીલોની વાસ્તવિક જરૂરિયાતો અને જનહિતને અવગણીને લેવાયેલા આ નિર્ણય સામે તેમણે કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગાંધીજીના ચીધ્યા માર્ગે દૃઢતા અને એકતા સાથે આ આંદોલનને આગળ ધપાવી આ નિર્ણયને પરત ખેંચાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે.

ગોહિલે ગુજરાત બાર કાઉÂન્સલના તમામ સભ્યોને પણ આ મામલે એકજૂથ થઈને પાલનપુરના વકીલોને સમર્થન આપવા અપીલ કરી છે. સાથોસાથ રાજયના તમામ જિલ્લા અને તાલુકા બાર એસોસિએશનોને પણ આ લડતમાં જોડાવા આહ્યન કર્યું છે જેથી સમગ્ર ગુજરાતમાં વકીલ એકતાનો શક્તિશાળી સંદેશ પહોંચાડી શકાય. જો જરૂર પડશે તો આ લડતને કાનૂની અને લોકશાહી ઢબે વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે.

આ કાર્યક્રમ દરમિયાન પાલનપુર બાર એસોસિએશનના પ્રમુખ બી.સી. રાવલ, સિનિયર એડવોકેટ સામંતસિંહ સોલંકી, વાય.એલ. બચાણી, ટી.આર. ચાવડા, ધીરજભાઈ ધારાણી અને બાબુસિંહ સોલંકી દ્વારા શંકરસિંહ ગોહિલનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, જે બદલ તેમણે તમામ વકીલ મિત્રોનો આભાર વ્યકત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.