Western Times News

Gujarati News

આર્થિક સંકટનો સામનો કરી રહેલા માલદીવ્સની મદદે ભારત ફરી એકવાર આગળ આવ્યું

File Photo

(એજન્સી)નવી દિલ્હી, ભારત અને માલદીવ્સ વચ્ચેના સંબંધોમાં ફરી એકવાર મજબૂતી જોવા મળી છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલા માલદીવ્સની મદદે ભારત ફરી એકવાર આગળ આવ્યું છે.

ભારતે માલદીવ્સને મોટી રાહત આપતા ૩૦ અબજ રૂપિયા(અંદાજે ૪૦૦ મિલિયન ડૉલર)ના કરન્સી સ્વાપ સપોર્ટના પ્રથમ હપ્તાને મંજૂરી આપી દીધી છે. માલદીવ્સમાં આવેલી ભારત સરકારની એમ્બસીએ આ અંગેની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, માલદીવ્સની નાણાકીય સ્થિરતા જાળવી રાખવા માટે આ પગલું અત્યંત મહત્ત્વનું સાબિત થશે.આ આર્થિક મદદ મુખ્યત્વે ભારતીય રિઝર્વ બેન્ક અને માલદીવ્સ સરકાર વચ્ચે થયેલા શાર્ક કરન્સી સ્વાપ ળેમવર્ક હેઠળ આપવામાં આવી છે.

નોંધનીય છે કે, ઓક્ટોબર ૨૦૨૪માં માલદીવ્સના પ્રમુખ મોહમ્મદ મુઈઝ્ઝૂની ભારત મુલાકાત દરમિયાન આ અંગે સમજૂતી થઈ હતી. માલદીવ્સ અત્યારે વિદેશી મુદ્રા ભંડારની અછત અને વધતા દેવાના બોજ સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે ભારતની આ સમયસરની મદદ મુઈઝ્ઝૂ સરકાર માટે સંકટ સમયની સાંકળ સમાન બની છે.ભારત લાંબા સમયથી માલદીવ્સ માટે એક ભરોસાપાત્ર ભાગીદાર રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.