સટ્ટાબાજીને લીધે દેવામાં ડૂબેલા હેવાને લૂંટના ઈરાદે યુવતી પર ક્રૂરતા આચરી હતી
દોઢ મહિના પહેલા કામ પરથી કાઢી મૂકાયેલા આ નોકરે ઘરમાં ઘૂસીને યુવતી પર બર્બરતાપૂર્વક હુમલો કર્યાે
પીડિતાના નાકનું હાડકું સહિત અનેક અંગોમાં ફ્રેક્ચર હતા
મુંબઈ,સમાજમાં વધતી જતી ગુનાખોરી અને વેરઝેરની ભાવના કેટલી હદ સુધી જઈ શકે છે તેનો હૃદયદ્રાવક કિસ્સો દેશની રાજધાની દિલ્હીમાં સામે આવ્યો છે. સટ્ટાબાજીને લીધે દેવામાં ડૂબેલા રાહુલ મીણા નામના શખ્સે નોકરીમાંથી કાઢી મૂકવાના ગુસ્સામાં એક આઈઆરએસ અધિકારીની પુત્રી પર દુષ્કર્મ આચરી તેની ક્‰ર હત્યા કરી નાખી હતી.
દોઢ મહિના પહેલા કામ પરથી કાઢી મૂકાયેલા આ નોકરે ઘરમાં ઘૂસીને યુવતી પર બર્બરતાપૂર્વક હુમલો કર્યાે હતો. તેણે નવ કલાક અગાઉ પોતાના એક મિત્રની પત્ની સાથે પણ રેપ કર્યાે હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ, યુવતીના નાકનું હાડકું તૂટી ગયું હતું અને શરીરના અનેક હિસ્સામાં ફ્રેક્ચર થયાનો ખુલાસો થયો છે. આરોપીએ યુવતીને ધમકાવી લોકર ખોલવા કહ્યું હતું, પરંતુ તેણે ના પાડતા આરોપીએ આ હેવાનિયત આચરી હતી.
દિલ્હી પોલીસે આરોપીને એક ‘ઓયો’ હોટલમાંથી ઝડપી પાડ્યો છે.પોલીસે બુધવારે એઈમ્સમાં મેડિકલ બોર્ડ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવી યુવતીનો મૃતદેહ પરિવારને સોંપ્યો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે, દેવાના કારણે રાહુલ નોકરી દરમિયાન ઘરના સામાનના પૈસામાં હેરાફેરી કરતો હતો. યુવતીના ધ્યાને આ વાત આવતા તેણે પિતાને ફરિયાદ કરી હતી, જેના કારણે આઈઆરએસ અધિકારીએ રાહુલને ઠપકો આપી નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. આ જ નારાજગીમાં તેણે લૂંટના ઈરાદે ઘરમાં ઘૂસી યુવતી સાથે બળાત્કાર કરીને હત્યા કરી હોવાનું મનાય છે. નોકરીમાંથી છૂટા થયા બાદ આરોપી રાજસ્થાનના અલવર પરત જતો રહ્યો હતો.
જોકે, પોલીસ પૂછપરછમાં તે અત્યારે માત્ર લૂંટની વાતો કરી રહ્યો છે અને દુષ્કર્મ કે હત્યાના કારણો પર ગોળ-ગોળ જવાબો આપી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નોકરી ગુમાવ્યા બાદ તે યુવતી અને તેના પરિવાર પ્રત્યે ભારે રોષ રાખતો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, અંદાજે એક વર્ષ પહેલા તેના મામાની ભલામણ પર તેને કામ પર રાખવામાં આવ્યો હતો. હાલમાં પોલીસ આ સમગ્ર ઘટનાને આરોપીની અંગત દુશ્મનાવટ અને ગુનાહિત માનસિકતા સાથે જોડીને તપાસ કરી રહી છે.SS1
