Western Times News

Gujarati News

શાહરૂખની મેનેજર પૂજાએ ૩૮ કરોડમાં ત્રણ ફલેટ લીધા

શાહરૂખનાં ઘર પાસે જ ફલેટની ખરીદી

પૂજાએ એક ફલેટ પોતાના નામે લીધો છે, જ્યારે બીજો ફલેટ પતિ તથા ત્રીજો ફલેટ પિતાના નામે બૂક કરાવ્યો

મુંબઈ,શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાનીએ મુંબઇના બાંદરામાં ત્રણ ફલેટ ૩૮.૨૧ કરોડમાં ખરીદ્યા છે. આ બિલ્ડિંગનું બાંધકામ હજુ ચાલી રહ્યું છે. તેને ડિસેમ્બર ૨૦૨૮માં પઝેશન મળી શકે છે. પૂજાએ એક ફલેટ પોતાના નામે લીધો છે.

જ્યારે બીજો ફલેટ પતિ તથા ત્રીજો ફલેટ પિતાના નામે બૂક કરાવ્યો છે. ઉલ્લેખનીય છે કે શાહરુખનો મન્નત બંગલો પણ બાંદરા વિસ્તારમાં જ છે. જોકે, શાહરુખે હાલ મન્નતમાં વધુ બે ફલોરનાં એક્ટેન્શનનું કામ શરુ કરાવ્યું હોવાથી તે પરિવાર સાથે પાલી હિલ ભાડે રહેવા ગયો છે. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.