કોલંબિયામાં યાત્રી બસમાં ભીષણ વિસ્ફોટ: ૧૩નાં મોત, ૩૮ ઘાયલ
બોગોટા , દક્ષિણ-પશ્ચિમ કોલંબિયાના કાઉકા પ્રાંતમાં એક યાત્રી બસમાં ભીષણ વિસ્ફોટ થતાં ૧૩ લોકોના મોત નીપજ્યા છે અને ૩૮થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલાને સેનાના વડાએ પ્રમુખે ‘આતંકવાદી કૃત્ય’ ગણાવ્યું છે. આ વિસ્ફોટ ત્યારે થયો જ્યારે બસ કાજીબિયો મ્યુનિસિપાલિટીમાં પાન-અમેરિકન હાઈવે પરથી પસાર થઈ રહી હતી.
ઘાયલોમાં પાંચ બાળકોનો પણ સમાવેશ થાય છે.કોલંબિયાના સશસ્ત્ર દળોના કમાન્ડર જનરલ હ્યુગો લોપેઝે આ હુમલા માટે મોસ્ટ વોન્ટેડ આતંકી ‘ઈવાન મોર્ડિસ્કો’ અને ‘જેમ માર્ટિનેઝ’ જૂથને જવાબદાર ઠેરવ્યા છે. આ બંને જૂથો ૨૦૧૬ના શાંતિ કરારને માનતા નથી અને આ વિસ્તારમાં ડ્રગ ટ્રાફિકિંગ સાથે જોડાયેલા છે.
રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ આ ઘટનાની કડક શબ્દોમાં ટીકા કરતા હુમલાખોરોને ‘આતંકવાદી અને ડ્રગ ટ્રાફિકર્સ’ ગણાવ્યા છે.ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસમાં આ વિસ્તારમાં ૨૬ જેટલી હિંસક ઘટનાઓ બની છે, જેમાં ડ્રોન હુમલા અને પોલીસ સ્ટેશન પર ગોળીબારનો સમાવેશ થાય છે.
આ પ્રદેશ ડ્રગ્સની હેરાફેરી માટે કુખ્યાત હોવાથી વિવિધ સશસ્ત્ર જૂથો વચ્ચે વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે. સરકારે આ વિસ્તારના મુખ્ય આતંકી જૂથના નેતા ‘માર્લાેન’ની ધરપકડ માટે ૧૦ લાખ ડોલરથી વધુના ઈનામની જાહેરાત કરી છે.SS1MS
