રશિયા-યુક્રેનના એકબીજા પરના શ્રેણીબદ્ધ હુમલામાં ૧૬નાં મોત
કીવ, રશિયા અને યુક્રેનના એકબીજા પરના શ્રેણીબદ્ધ હુમલામાં બે દિવસમાં ઓછામાં ઓછા ૧૬ લોકોના મોત થયા હતાં અને અનેક ઘાયલ થયા હતાં. આ મોત યુક્રેન, રશિયાના કબજા હેઠળના પ્રદેશો અને રશિયામાં થયા હતાં.
૨૬ એપ્રિલે ચેર્નાેબિલ પરમાણુ દુર્ઘટનાની ૪૦મી વરસીએ થયેલા આ હુમલાને પગલે યુક્રેનના અધિકારીઓએ પરમાણુ આતંકવાદના વધતા જોખમો અંગે વો‹નગ આપી હતી. યુક્રેનનને ડિનિપ્રો શહેરમાં રશિયાના ડ્રોન અને મિસાઇલ હુમલામાં ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા હતાં.
બીજી તરફ રશિયાના કબજા હેઠળના ક્રિમીઆમાં સેવાસ્તોપોલ શહેર પર યુક્રેનના ડ્રોન હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું. રશિયાએ ૨૦૧૪માં ક્રિમિયા પર કબજો મેળવ્યો હતો. યુક્રેનના લુહાન્સ્ક પ્રદેશના રશિયાએ નીમેલા ગવર્નર લિયોનીદ પેસેચનિકે જણાવ્યું હતું કે પ્રદેશમાં રાત્રે યુક્રેનના ડ્રોન હુમલામાં ત્રણ લોકોના મોત થયા હતાં.
રશિયાએ યુક્રેનના આ પ્રદેશ પર સંપૂર્ણ કબજો મેળવેલો છે અને પોતાના ગવર્નર પણ બેસાડી દીધા છે. જોકે આ બંને હુમલા અંગે યુક્રેનને કોઇ પ્રતિક્રિયા આપી ન હતી.
અગાઉ રશિયાના બેલ્ગોરોડ સરહદી પ્રદેશમાં યુક્રેનિયન ડ્રોન હુમલામાં એક મહિલાનું મોત થયું હતું. યુક્રેનના જનરલ સ્ટાફે રવિવારે જણાવ્યું હતું કે યુક્રેનિયન દળોએ રશિયના યારોસ્લાવલમાં એક ઓઇલ રિફાઇનરીને પણ ટાર્ગેટ કરી હતી.આનાથી વાર્ષિક ૧.૫ કરોડ ક્‰ડ ઓઇલનું રિફાઇનિંગ કરતી આ રિફાઇનરીમાં આગ લાગી હતી.
આ રિફાઇનરીમાં રશિયન સૈન્ય માટે પેટ્રોલ, ડીઝલ અને જેટ ઇંધણનું ઉત્પાદન કરતી હોવાનો યુક્રેને દાવો કર્યાે હતો. જોકે રશિયાએ તાત્કાલિક કોઈ ટિપ્પણી કરી નથી.
ચેર્નાેબિલ પરમાણુ દુર્ઘટનાની વરસીએ યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડીમીર ઝેલેન્સ્કીએ વો‹નગ આપી હતી કે રશિયન હુમલાઓથી ઇતિહાસનું પુનરાવર્તન થવાનું જોખમ છે. યુદ્ધ મારફત રશિયા ફરી એકવાર વિશ્વને માનવસર્જિત આપત્તિની અણી પર લાવી રહ્યું છે. દુનિયાએ આ પરમાણુ આતંકવાદને ચાલુ રાખવા દેવો જોઈએ નહીં.SS1MS
