Western Times News

Gujarati News

ગોમતીપુરમાં સૌથી વધુ 70.43 ટકા  મતદાન જ્યારે સૌથી ઓછું નવરંગપુરામાં 41.31 ટકા મતદાન નોંધાયું

અમદાવાદઃ ગુજરાતમાં રવિવારે તા. 27-04-2026ના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન યોજાયું હતું. ચૂંટણીપંચની ગણતરી રવિવારે મોડી રાત સુધી ચાલી હતી, જેમાં અમદાવાદ શહેરમાં સરેરાશ 51.81 ટકા મતદાન નોંધાયું હતું. અમદાવાદના ગોમતીપુરમાં સૌથી વધુ 70.43 ટકા  મતદાન નોંધાયું હતું. જ્યારે નવરંગપુરામાં 41.31 ટકા મતદાન નોંધાયું હતું.

AMC ચૂંટણી: વોર્ડ અને બેઠકોની સંખ્યા

  • કુલ વોર્ડ: અમદાવાદ શહેરમાં કુલ ૪૮ વોર્ડ આવેલા છે.

  • કુલ બેઠકો: AMC માં કુલ ૧૯૨ બેઠકો (કોર્પોરેટર્સ) માટે ચૂંટણી યોજાય છે. (દરેક વોર્ડમાં ૪ બેઠકો હોય છે).

ગોતામાં 44.89 ટકા, ચાંદલોડીયામાં 44.75, ચાંદખેડામાં 47.97 ટકા, સાબરમતીમાં 50.37 ટકા, રાણીપમાં 46.2 ટકા, નવા વાડજમાં 46.22 ટકા, ઘાટલોડિયામાં 49.78 ટકા, થલતેજમાં 46.65 ટકા, નારણપુરામાં 46.35 ટકા, સરદાર પટેલ સ્ટેડિયમમાં 43.68 ટકા,

Skip to PDF content

સરદારનગરમાં 43.47 ટકા, નરોડામાં 42.45 ટકા, સૈજપુરબોઘામાં 48.01 ટકા, કુબેરનગરમાં 50.3 ટકા, અસારવામાં 54.09 ટકા, શાહીબાગમાં 50.03 ટકા, શાહપુરમાં 62.07 ટકા, નવરંગપુરામાં 41.31 ટકા,બોડકદેવમાં 45.5 ટકા, દરિયાપુરમાં 66.17 ટકા મતદાન નોંધાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થવાના દિવસે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ પંચાલે ઈન્ડિયા કોલોનીથી નિકોલ ખોડીયાર મંદિર સુધી રોડ શો કર્યો હતો. રોડ શોના રૂટમાં આવતા વોર્ડ ઈન્ડિયા કોલોનીમાં 53.35 ટકા, ઠક્કરબાપાનગરમાં 41.42 ટકા, નિકોલમાં 44.24 ટકા, વિરાટનગરમાં 55.13 ટકા, બાપુનગરમાં 56.09 ટકા મતદાન નોંધાયું હતું.

Skip to PDF content

જ્યારે સરસપુરમાં 59.77 ટકા, ખાડીયામાં 63.61 ટકા, જમાલપુરમાં 63.33 ટકા,પાલડીમાં 48.04 ટકા, વાસણામાં 48.25 ટકા, વેજલપુરમાં 48.07 ટકા,  સરખેજમાં 54.09 ટકા, મક્તમપુરામાં 65.09 ટકા, બહેરામપુરામાં 67.94 ટકા, દાણીલીમડામાં 65.05 ટકા, મણિનગરમાં 50.69 ટકા મતદાન નોંધાયું હતું.

ગોમતીપુરમાં શહેરનું સૌથી વધુ 70.43 ટકા મતદાન નોંધાયું હતું. અમરાઈવાડીમાં 55.13 ટકા, ઓઢવામાં 55.55 ટકા,વસ્ત્રાલમાં 44.4 ટકા, ભાઈપુરા હાટકેશ્વરમાં 46.7 ટકા, ખોખરામાં 53.21 ટકા, ઈસનપુરમાં 49.03 ટકા, લાંભામાં 61.35 ટકા, વટવામાં 56.82 ટકા, રામોલ-હાથીજણમાં 52.1 ટકા મતદાન નોંધાયું હતું.

ગોમતીપુર વોર્ડમાં એક દુલ્હન વરમાળા સાથે મતદાન કરવા પહોંચી હતી. ગોમતીપુર વોર્ડના ભાજપના ઉમેદવાર ઉદય પટેલની દીકરીના મતદાનના દિવસે જ લગ્ન હતા અને ત્યારે મતદાન અને લગ્નની વિધિ બંને પેરેલલ ચાલી રહી હોવાનું તેમણે જણાવ્યુ હતુ.

Skip to PDF content

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મતદાન આંકડા

15 મહાનગર પાલિકા ચૂંટણીમા 49.02% મતદાન

84 નગરપાલિકા ચૂંટણી માટે 59.50% મતદાન

11 નગરપાલિકામા પેટા ચૂંટણી માટે 55.38% મતદાન

34 જિલ્લા પંચાયતની ચૂંટણી માટે 61.69% મતદાન

260 તાલુકા પંચાયતની ચૂંટણી માટે 62.38% મતદાન (હજુ ટકાવારી અંદાજીત છે- સામાન્ય ફેરફાર આવી શકે છે)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.