ગુજરાત કોલેજ ખાતે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચાલી રહી છે મત ગણતરી
અમદાવાદ મનપામાં બહેરામપુરા વોર્ડ 35માં કોંગ્રેસ પેનલની જીત -ઇસનપુર વોર્ડ નંબર 45માં ભાજપની પેનલ વિજેતા -નવરંગપુરા વોર્ડ ભાજપની પેનલની જીત
અમદાવાદ, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના 28 એપ્રિલે પરિણામો લગભગ બપોર પછી જાહેર થઈ જશે. 15 મનપા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. કુલ 10 હજાર 5 સીટમાંથી 732 સીટ બિનહરીફ થઈ ચૂકી છે. શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપ જીત તરફ છે.
મળતા ટ્રેન્ડ અનુસાર ન કોંગ્રેસ કે ન તો ‘‘આપ” ગામડાથી લઇને શહેરો સુધીમાં ભાજપ પક્ષના ઉમેદવારો વિજય તરફ આગળ વધી રહ્યા છે. જો કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અમુક બેઠકો પર આગળ છે પરંતુ સમગ્ર પરિસ્થિતી જોતા સર્વત્ર કેસરિયો લહેરાયો છે.
Skip to PDF contentમતદારોએ ફરીથી ભાજપ ઉપર ભરોસો મૂકયો છે. જીલ્લા- તાલુકા- નગરપાલિકાઓ પુનઃ કબ્જે કરવામાં ભાજપ સફળ રહયુ છે. રાજયમાં ભાજપનો દબદબો યથાવત રહયો છે. આ લખાય છે ત્યારે ૧૦ વાગ્યે રાજયની કુલ ૯૯૯૨ બેઠકોમાંથી ૧૨૩૬ ના મળેલા ટ્રેન્ડમાં ભાજપ ૧૧૩૧, કોંગ્રેસ ૭૬, આપ ૨૯ બેઠકો પર આગળ ચાલે છે અથવા બેઠક જીતી લીધેલ છે.
જયારે જીલ્લા પંચાયતની કુલ ૧૦૯૦ બેઠકોમાંથી ૭૩ના ટ્રેન્ડ મળ્યા છે. જેમાં ભાજપ ૬૯, કોંગ્રેસ ૩, આપ ૧ પર આગળ છે. નગરપાલિકાની ૨૬૨૪ બેઠકોમાંથી ૫૫૧ ના ટ્રેન્ડ પ્રાપ્ત થયા છે. જેમાં ૫૦૧ પર ભાજપ, ૩૯ પર કોંગ્રેસ અને ૧૧ ઉપર આપ આગળ છે. તાલુકા પંચાયતની કુલ ૫૨૩૪ બેઠકોમાંથી ૩૮૪ના ટ્રેન્ડ મળ્યા છે જેમાં ૩૪૯ પર ભાજપ, ૧૯ પર કોંગ્રેસ અને ૧૬માં આપ આગળ છે. મહાનગરપાલિકાની ૧૦૪૪ બેઠકોમાંથી ૨૧૬ના ટ્રેન્ડ મળ્યા છે જેમાં ૧૯૯ પર ભાજપ, ૧૫માં કોંગ્રેસ અને ૨ પર આપ આગળ છે.
Skip to PDF contentગુજરાત રાજ્યની 15 મહા નગરપાલિકા, 84 નગર પાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ 26,196 બેઠકો પર ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલ, 2026ના રોજ આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું.
અમદાવાદના ગુજરાત કોલેજ ખાતે મત ગણતરી કરવાની પ્રક્રિયા સવારે 9 વાગ્યાથી ચાલુ થઈ ગઈ છે. ગુજરાત કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વહીવટી તંત્રની દેખરેખ હેઠળ મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન નવી ટર્મની પહેલી બોર્ડ બેઠક 10 દિવસમાં- કોણ બનશે મેયર-ડેપ્યુટી મેયર?
હવે આગામી થોડા કલાકોમાં ૪૮ વોર્ડની ૧૯૨ બેઠકો માટેના પરિણામો અને ટ્રેન્ડ સામે આવવા લાગશે, જેના પર સમગ્ર શહેરની નજર છે. આ લખાઈ રહ્યુ છે ત્યારે અમદાવાદ મહાનગર પાલિકાની 192 બેઠકોમાંથી 54 બેઠકો ભાજપે જીતી લીધી છે.
ગુજરાતમાં 15 મહા નગર પાલિકાઓ છે જેમાં સૌથી મોટી અમદાવાદમાં 48 વોર્ડ અને 192 સીટો, સુરતમાં 120 સીટો, વડોદરામાં 76 સીટો, રાજકોટમાં 72, જામનગરમાં 64, વાપી -નવસારી સહિતની બીજી નગરપાલિકાઓમાં 52 સીટો પણ ચૂંટણી જંગ ખેલાયો હતો.
28 એપ્રિલના રોજ સવારે 9 વાગ્યાથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતગણતરી શરૂ કરવામાં આવી હતી. આ પ્રક્રિયા માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં કુલ 382 મતગણતરી સ્થળો અને 38 હોલ નક્કી કરવામાં આવ્યા છે, જ્યાં 6661 ટેબલો પર ગણતરી ચાલી રહી છે.
આ કામગીરી માટે 28,240 જેટલો ગણતરી સ્ટાફ અને 10,257 વર્ગ-૪ ના કર્મચારીઓ તેનાત છે અને સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા માટે 33,750 પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

