Western Times News

Gujarati News

મહિલા વેપારીને ધમકી આપનાર ભાઈ, બહેન વિરુદ્ધ ગુનો નોંધાયો

અમદાવાદ, શહેરના રામોલ વિસ્તારમાં જનરલ સ્ટોર ચલાવતી મહિલા વેપારીની દુકાને બે મહિના અગાઉ યુવક આવ્યો અને ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરીને રોકડા રૂપિયા લઇ ગયો હતો.

ત્યારબાદ ગત રવિવારની સાંજે પાછો યુવક મહિલાની દુકાને રોકડા રૂપિયા લેવા આવ્યો પરંતુ આ સમયે મહિલા પાસે રોકડા રૂપિયા નહીં હોવાથી યુવકને ઇનકાર કરી દીધો હતો. એટલે આરોપી યુવક ગુસ્સે થયો અને મહિલા વેપારી જોડે ઝઘડો કરવા લાગ્યો હતો. થોડીવાર બાદ આરોપીની બહેન આવી અને મહિલા વેપારીને ધમકાવવા લાગી હતી.

સમગ્ર મામલે મહિલા વેપારીએ યુવક અને તેની બહેન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.રામોલના ખાનવાડીમાં રહેતી ૩૯ વર્ષીય મહિલા જનરલ સ્ટોર ચલાવીને વેપાર ધંધો કરે છે. ગત ફેબ્›આરી માસમાં સાંજના સાતેક વાગ્યાની આસપાસ મહિલા તેની દુકાને હાજર હતી અને ત્યારે સતીશ કુશ્વાહ નામનો યુવક મહિલાની દુકાને આવ્યો અને કહેવા લાગ્યો કે હું ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરું છું. તમે મને રોકડા રૂપિયા આપો એટલે મહિલાએ રોકડા રૂપિયા આપી દીધા હતા.

ત્યારબાદ ગત ૨૬ એપ્રિલના રોજ સાંજના સમયે ફરીથી આ સતીશ કુશ્વાહ આવ્યો અને ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરું છું અને મને રોકડા રૂપિયા આપો કહેતા વેપારી મહિલાએ હાલ મારી પાસે રોકડા રૂપિયા નથી કહેતા યુવક ગુસ્સે ભરાયો અને મહિલાને ગાળો બોલવા લાગ્યો હતો. એટલે મહિલાએ ગાળો નહીં બોલવાનું કહેતા આરોપી મહિલા વેપારી જોડે ઝઘડો કરવા લાગ્યો હતો.

આ દરમિયાન નજીકમાં રહેતા રફીકભાઈ સુમરા આવ્યા અને મામલો થાળે પડાવ્યો હતો. તેની થોડીવાર બાદ સતીષ કુશ્વાહની બહેન તેના ભાઈનું ઉપરાણું લઈને મહિલાની દુકાને આવી ચઢી અને ઝઘડો કરવા લાગી કે તે મારા ભાઈને કેમ પૈસા આપ્યા નહીં મેં તેરે કો દેખ લૂંગી કહીને ધમકી આપીને જતી રહી હતી. ત્યારબાદ આ અંગે મહિલા વેપારીએ રામોલ પોલીસ મથકે સતીષ કુશ્વાહ અને તેની બહેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.