Western Times News

Gujarati News

બંગડીઓ વેચતા સામાન્ય મહિલાને BJPએ ટિકીટ આપીઃ ભવ્ય વિજય થતાં કોર્પોરેટર બન્યા

મહેસાણામાં ભાજપે સામાન્ય કાર્યકરને ટિકિટ આપી ચોંકાવ્યા હતા.-બંગડીઓ વેચતા BJPના સંશીબેન કાંગશિયાની ચૂંટણીમાં જીત્યા

બહુચરાજી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે અને તેમ ૧૫ મનપા, ૮૪ નગરપાલિકા, ૩૪ જિલ્લા પંચાયત અને ૨૬૦ તાલુકા પંચાયત માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી પૂર્ણ થઇ રહી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે અને તેમ ૧૫ મનપા, ૮૪ નગરપાલિકા, ૩૪ જિલ્લા પંચાયત અને ૨૬૦ તાલુકા પંચાયત માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી પૂર્ણ થઇ રહી છે.આ ચૂંટણીને વર્ષ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલા મહત્વપૂર્ણ કસોટી તરીકે જોવામાં આવી રહી છે. મહેસાણામાં ભાજપે સામાન્ય કાર્યકરને ટિકિટ આપી ચોંકાવ્યા હતા.

તેમાં બહુચરાજીમાં બંગડી વેચતા મહિલાને ભાજપે ઉમેદવાર બનાવ્યા હતા, તેમની જીત થઇ છે. સંસીબેન કાંગસિયા વોર્ડ નંબર ૪ માં ચૂંટણી લડ્‌યા હતા. બહુચરાજી નગરપાલિકા બેઠક પરથી સંશીબેને જીત મેળવી છે.

બહુચરાજી નગરપાલિકા વોર્ડ નંબર 4માં ભાજપનો વિજય વોર્ડ નં 4માં ભાજપની આખેઆખી પેનલનો ભવ્ય વિજય થયો હતો. નપાના સભ્ય એક સામાન્ય મહિલા કોર્પોરેટર બનતા સમગ્ર પંથકમાં ચર્ચા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.