Western Times News

Gujarati News

આવારાપન-ટુનાં થાઈલેન્ડ શૂટિંગનું પેમેન્ટ બાકી રહેતાં વિવાદ

મુંબઈ, ઇમરાન હાશ્મી અને દિશા પટાણીની ‘આવારાપન ટુ’ નાં થાઈલેન્ડમાં શૂટિંગ વખતે કેટલાક સર્વિસ પ્રોવાઈડરને પેમેન્ટ નહિ થયું હોવા મુદ્દે કાનૂની વિવાદ થયો છે. એક સર્વિસ પ્રોવાઈડરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું છે તેમ આ મુદ્દે પોતે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

તેમના દાવા અનુસાર થાઈલેન્ડ કોર્ટે આ મુદ્દે એરેસ્ટ વોરન્ટ પણ જારી કર્યું છે. હવે આ સર્વિસ પ્રોવાઈડર પોતાને પેમેન્ટ ન મળે ત્યાં સુધી આ ફિલ્મની રીલિઝ અટકાવી શકાય કે કેમ તેવા વિકલ્પ તપાસે છે. જોકે, ફિલ્મ નિર્માતાઓ દ્વારા આ સર્વિસ પ્રોવાઈડરના દાવા વિશે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ આગામી ઓગસ્ટમાં રીલિઝ થવાની છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.