Western Times News

Gujarati News

૧૯ હજાર ઉપાડવા બેન્કે પુરાવા માગ્યા: બહેનનું હાડપિંજર લઇ પહોંચ્યો ભાઇ

ભુવનેશ્વર, ઓડિશાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે, વીડિયોમાં એક આદિવાસી પોતાની બહેનનું હાડપિંજર ખભા પર ઉચકીને લઇ જતો જોવા મળ્યો હતો.

બહેનનું ગ્રામીણ બેન્કમાં ખાતું હતું જેમાં ૧૯૦૦૦ રૂપિયા જમા હતા, બેન્કવાળા પુરાવા માગી રહ્યા હતા અને દોડાવી રહ્યા હતા તેથી ભાઇ પોતાની મૃત બહેનનુ હાડપિંજર લઇને બેન્ક પહોંચી ગયો હતો. આ સમગ્ર ઘટનાને લઇને લોકો વ્યવસ્થા પર સવાલો ઉઠાવી રહ્યા છે. ૫૦ વર્ષના જીતુ મુંડા ઓડિશાના કેઓનજાહરના દીયાનાલી ગામના રહેવાસી છે, તેમની ૫૬ વર્ષીય બહેન કલરા મુંડાનું ઓડિશા ગ્રામીણ બેન્કમાં ખાતું હતું, જેમાં તેના નામે આશરે રૂ. ૧૯૩૦૦ જમા હતા.

આ દરમિયાન બહેનનું નિધન થયું તેથી લાંબા સમય બાદ જીતુ મુંડા બહેનના ખાતામાં જમા રૂપિયા ઉપાડવા ગયા પરંતુ બેન્કવાળાઓએ કોઇ જ યોગ્ય જવાબ ના આપ્યો અને બહેન મૃત્યુ પામી છે તેના પુરાવા માગ્યા. જીતુએ બેન્કવાળાઓને આજીજી કરી અને અનેક વખત મુલાકાત લીધી પરંતુ કોઇ જ પરિણામ ના આવ્યું.

અંતે આ જટિલ વ્યવસ્થા સામે હારી ગયેલા જીતુ મુંડાએ પોતાની બહેનના હાડપિંજરને જ ખોદી કાઢ્યું અને ખભા પર ઉડાવીને બેન્કે પહોંચી ગયા હતા. આ જોઇને બેન્ક કર્મચારીઓ તો ચોંકી ઉઠયા હતા સાથે સાથે તમામ લોકો સ્તબ્ધ થઇ ગયા હતા. સોશિયલ મીડિયા પર લોકોએ જટિલ અને જડ વ્યવસ્થાને લઇને ભારે રોષ ઠાલવ્યો હતો.

લોકોએ જીતુ મુંડાને સમર્થન આપ્યું અને સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું તેથી અંતે આ જટિલ વ્યવસ્થાને સંભાળનારાઓએ ઝુકવુ પડયું હતું, બાદમાં બેન્કના અધિકારીઓ, એડિશનલ મામલતદાર સહિતની પુરી ટીમ જીતુ મુંડાને પાસે તેના ગામમાં પહોંચી હતી. જીતુ મુંડાને આમ તેમ દોડાવવા મજબુર કરનારા આ અધિકારીઓ માત્ર કલાકોમાં જ રૂપિયા આપવા જીતુ મુંડા પાસે પહોંચી ગયા હતા અને તેની તસવીર પણ લીધી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.