Western Times News

Gujarati News

રાકામાં દીપિકાનાં એક્શન દ્રશ્યો માટે બોડી ડબલનો ઉપયોગ થશે

મુંબઈ, દીપિકા પદુકોણ હાલ બીજીવાર પ્રેગનન્ટ છે તેમ છતાં પણ તે અલ્લુ અર્જુન સાથેની ફિલ્મ ‘રાકા’નું શૂટિંગ ચાલુ રાખવાની છે. જોકે, આ ફિલ્મમાં હવે તે એક્શન દ્રશ્યોનું શૂટિંગ નહીં કરે.

તેને બદલે તેના માટે બોડી ડબલનો ઉપયોગ કરાશે. દિગ્દર્શક એટલી દીપિકાના ક્લોઝ અપ્સ લઈ લેશે. બાદમાં દીપિકાનાં એક્શન દ્રશ્યોમાં વીએફએક્સની મદદથી તે મિક્સ કરી દેવાશે. દીપિકાનું કુલ ૫૦ દિવસનું શૂટિંગ છે. તે દરમિયાન તે ઈમોશનલ દ્રશ્યોનું શૂટિંગ રાબેતા મુજબ ચાલુ રાખશે. એટલીએ ‘રાકા’ની જાહેરાત કરતી વખતે જ જણાવ્યું હતું કે તેમાં અલ્લુ અર્જુન સાથે દીપિકાનાં પણ એક્શન દ્રશ્યો હશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.