Western Times News

Gujarati News

શું મેટ્રોપોલિટીન એક્ઝિમકેમના સંચાલકો આગની ઘટના પર ઢાંક પીછોડો કરવા માંગે છે?

કેમિકલ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટના કારણે આગ લાગી હતી.જેમાં ઓછામાં ઓછા ૧૬ કામદારો ઘાયલ થયા હતા.

ઝઘડિયાની મેટ્રોપોલિટીન એક્ઝિમકેમમાં થયેલ બ્લાસ્ટની રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે ગંભીર નોંધ લીધી

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દિલ્હી દ્વારા ગુજરાતના મુખ્ય સચિવ અને ભરૂચના પોલીસ અધિક્ષકને નોટિસ ફટકારી બે અઠવાડિયામાં આ બાબતનો વિગતવાર અહેવાલ માંગ્યો

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા જીઆઈડીસીની મેટ્રોપોલિટીન એક્ઝિમકેમ કંપનીમાં થયેલ બ્લાસ્ટની રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે ગંભીર નોંધ લીધી છે અને ગુજરાતના મુખ્ય સચિવ તેમજ ભરૂચ જીલ્લા અધિક્ષકને નોટિસ ફટકાડી બે અઠવાડિયામાં આ બાબતનો વિગતવાર અહેવાલ માંગ્યો હોવાનું તેઓની વેબ સાઈટ પર પ્રેસ રિલીઝ આવ્યો છે.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલ જીઆઈડીસી માં મેટ્રોપોલિટન એક્ઝીકેમ કંપની કેમિકલનું ઉત્પાદન કરે છે ગત તા.૨૩.૪.૧૬ ના રોજ કંપનીના એક પ્લાન્ટમાં મોટા ધડાકા સાથે એક બ્લાસ્ટ થયો હતો અને ત્યાર બાદ આખો પ્લાન્ટ આગની લપેટમાં આવી ગયો હતો,જેમાં ૧૬ જેટલા કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા, જે પૈકી ત્રણ કામદારોનું અત્યાર સુધી મરણ થયું છે,આ ઘટનાને ઢાંક પીછોડા કરવા માટે કંપની સંચાલકો દ્વારા ખૂબ મોટા પાયે પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર ઝઘડિયા GIDC પોલીસ મથકમાં ફરિયાદો નોંધાઈ

પરંતુ કંપનીમાં થયેલા બ્લાસ્ટ અને તે બાદ થયેલ જાનહાનિમાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દિલ્હી દ્વારા ગંભીર રીતે નોંધ લેવામાં આવી છે. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દિલ્હી દ્વારા ૨૮ એપ્રિલ ૨૦૨૬ ના રોજ એક અખબારી અહેવાલમાં જણાવ્યું છે કે ભારતના રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની કેમિકલ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટના કારણે આગ લાગવાના અહેવાલ અંગે સ્વતઃ નોંધ લીધી છે.

આ અંગે તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ ભારતે ૨૩ એપ્રિલ ૨૦૨૬ ના રોજ ઝઘડિયાની કેમિકલ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટના કારણે આગ લાગી હતી.જેમાં ઓછામાં ઓછા ૧૬ કામદારો ઘાયલ થયા હતા.

આ ફેક્ટરી ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી ઔધોગિક વિસ્તારમાં આવેલી છે. અહેવાલ મુજબ પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ ટેકનિકલ અથવા રાસાયણિક પરિબળો હોવાનું જણાય છે, કમિશને અવલોકન કર્યું છે કે સમાચાર અહેવાલની સામગ્રી જો સાચી હોય તો તે પીડીતોના માનવ અધિકાર ઉલંઘનના ગંભીર મુદ્દાઓ ઉભા કરે છે.

તેથી રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દ્વારા ગુજરાતના મુખ્ય સચિવ અને ભરૂચના પોલીસ અધિક્ષકને નોટિસ ફટકારી છે.જેમાં બે અઠવાડિયામાં આ બાબતે વિગતવાર અહેવાલ મંગાવવામાં આવ્યો છે.રિપોર્ટમાં ધાયલ કામદારોના સ્વાસ્થ્યની સ્થિતિ, કેસની તપાસ અને જો કોઈ હોય તો તેમને ચૂકવવામાં આવેલ વળતરનો સમાવેશ થવાની અપેક્ષા છે,.

તા.૨૪.૪.૨૬ ના રોજ પ્રસારિત થયેલા મીડિયા અહેવાલ મુજબ આ ઘટનાએ વિસ્તારમાં ઔદ્યોગિક સલામતી અને સલામતી પ્રોટોકોલનું કડક પાલન કરવાની જરૂરિયાત અંગે ચિંતા વ્યક્ત કરી છે.ધાયલ કામદારોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે તેમ તેમણે એક અખબારી અહેવાલમાં જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે જીપીસીપી દ્વારા પણ ઝઘડિયા જીઆઈડીસીની મેટ્રોપોલિટીન એક્ઝિમકેમ કંપનીમાં શોકોઝ નોટિસ ફટકારી છે અને વિગતવાર અહેવાલ માંગ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.