ચીનનો ૧૦% હિસ્સો ધરાવતી વિદેશી કંપનીઓ માટે FDI નિયમો હળવા થશે
નવી દિલ્હી, કેન્દ્ર સરકાર ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ હેઠળ ૧૦ ટકા સુધી ચાઇનીઝ હિસ્સો ધરાવતી વિદેશી કંપનીઓ માટે ભારતમાં સીધા વિદેશી રોકાણ (એફડીઆઇ)ના નિયમોને ઉદાર બનાવવા માટે સજ્જ બની છે અને ટૂંકસમયમાં આ અંગેનું નોટિફિકેશન જારી કરશે.
અગાઉ માર્ચમાં કેન્દ્રીય કેબિનેટે વિવાદાસ્પદ પ્રેસ નોટ-૩માં સુધારાને મંજૂરી આપી હતી. આ સુધારા મુજબ ૧૦ ટકા સુધીની ચીની માલિકી ધરાવતી વિદેશી કંપનીઓ ભારતના વિવિધ ક્ષેત્રોમાં ઓટોમેટિક રૂટ હેઠળ સીધું વિદેશી રોકાણ કરી શકશે. જોકે હળવા નિયમો ચીન, હોંગકોંગ અથવા ભારત સાથે જમીન સરહદો ધરાવતા બીજા દેશોમાં રજિસ્ટ્રર્ડ થયેલી કંપનીઓને લાગુ પડશે નહીં.
સરકારે કેપિટલ ગૂડ્સ, ઇલેક્ટ્રોનિક કેપિટલ ગૂડ્સ, ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ, પોલિસિલિકોન જેવા કેટલાંક ક્ષેત્રોમાં એફડીઆઇની દરખાસ્તો અંગે ૬૦ દિવસમાં નિકાલ લાવવાનો પણ નિર્ણય કર્યાે છે. આ સુધારા અંગે ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગ નોટિફિકેશન જારી કર્યું છે, પરંતુ આર્થિક બાબતોના વિભાગ તેને નોટિફાઈ કર્યા નથી.
આર્થિક બાબતોના વિભાગે ફેમા હેઠળ નોટિફિકેશન જારી કરવું જરૂરી છે. ડીપીઆઈઆઈટીના સંયુક્ત સચિવ જય પ્રકાશ શિવહરેએ જણાવ્યું હતું કે તેમનો વિભાગ ૬૦ દિવસમાં અરજીઓને પ્રોસેસ કરવાની છે તેવા પેટાક્ષેત્રોની યાદી તૈયાર કરી રહ્યો છે.
તેમણે માહિતી આપી હતી કે એપ્રિલ-ફેબ્›આરી ૨૦૨૫-૨૬માં કુલ એફડીઆઇ ૮૮.૨૯ અબજ ડોલરની સ્પર્શ્યું હતું. દરમિયાન મીડિયાને સંબોધતા ડીપીઆઈઆઈટી સચિવ અમરદીપ સિંહ ભાટિયાએ જણાવ્યું હતું કે ૨૦૨૫-૨૬ના સંપૂર્ણ નાણાકીય વર્ષમાં કુલ સીધુ વિદેશી રોકાણ ૯૦ અબજ સુધી પહોંચવાની શક્યતા છે.SS1MS
