Western Times News

Gujarati News

AMCની કમાલ: પકડેલા પશુઓનાં છાણમાંથી બાયોગેસ, વીજળીનું ઉત્પાદન

આગામી સમયમાં શહેરનાં શાકભાજી માર્કેટમાંથી વધેલાનો પણ બાયોગેસ ચલાવવા માટે ઉપયોગમાં લેવાનું આયોજન છે.

રોજ 2800 કિલો છાણ એકઠું થાય છે . જેનાં નિકાલ માટે મહિને રૂ 3.50 લાખની બચત સાથે સાથે બાયોગેસ ઉત્પન્ન કરવા માટે રોજ 1000 કિલો છાણની જરૂર પડે છે અને રોજ અંદાજે  46 કિલો બાયોગેસ ઉત્પન્ન થાય છે.

(પ્રતિનિધિ)      અમદાવાદ,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કેટલ ન્યુસન્સ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટ (CNCD) દ્વારા શહેરનાં રસ્તાઓ પર રખડતા પશુઓને પકડી આ પશુઓનાં ઉપદ્રવથી શહેરીજનોને મોટી રાહત તો આપી જ છે પણ સાથે સાથે આ પશુઓનાં છાણમાંથી વૈકલ્પિક ઉર્જાનો સ્ત્રોત ઉભો કરી પર્યાવરણ સંરક્ષણ અને ઘનકચરા નિકાલની વ્યવસ્થા મામલે એક નવો ચિલો ચાતર્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરનાં વિવિધ વિસ્તારોમાંથી રખડતા પશુઓને પકડીને બાકરોલ અને દાણીલીમડા ખાતે આવેલા કરુણા મંદિર ખાતે રાખવામાં આવે છે. બાકરોલ ખાતે આવેલું કરુણા મંદિર 50,000 ચોરસ મીટરમાં ફેલાયેલુ છે અને અહીં 750 જેટલા પશુઓ રાખવામાં આવ્યા છે. આ પશુઓ થકી રોજ 2800 કિલો છાણ એકઠું થાય છે. આ છાણમાંથી બાયોગેસ અને વીજળી ઉત્પન્ન કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિશેષ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. આ પ્લાન્ટ દ્વારા બાયોગેસની સાથે સાથે વીજળી પણ ઉત્પન્ન થાય છે.

અમદાવાદ  મ્યુનિસિપલ કમિશનર  બંધાનિધિ પાનીએ જણાવ્યું કે, મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2023માં રખડતા પશુઓનાં પ્રશ્નને હલ કરવા માટે ‘સ્ટ્રે કેટલ ન્યુસન્સ પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલ પોલિસી’ અમલમાં મૂકવામાં આવી. આ નીતિ અતંર્ગત શહેરનાં રસ્તાઓ પરથી રખડતા પશુઓને દૂર કરવામાં આવ્યા અને તેમને બાકરોલ અને દાણીલીમડા ખાતે આવેલા કરુણા મંદિર ખાતે ખસેડવામાં આવ્યા. અહીંયા આ પશુઓની ખાસ દેખભાળ,તબીબી  રાખવામાં આવે છે. બાકરોલમાં આવેલા કરુણા મંદિર ખાતે એક ટનની ક્ષમતાનાં બે   બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે.

અહીં રોજ 2800 કિલો છાણ એકઠું થાય છે . જેનાં નિકાલ માટે મહિને રૂ 3.50 લાખની બચત સાથે સાથે બાયોગેસ ઉત્પન્ન કરવા માટે રોજ 1000 કિલો છાણની જરૂર પડે છે અને રોજ અંદાજે  46 કિલો બાયોગેસ ઉત્પન્ન થાય છે. બાયોગેસની સાથે સાથે 35 યુનિટ રોજ વીજળીનું ઉત્પાદન થાય છે,’’. ગૌશાળામાં રિડ્યુ, રિયુઝ, રિસાયકલનાં વિચાર સાથે છાણનો ઉપયોગ કરી કરી શહેરનું પ્રથમનું ઝિરો વેસ્ટ કેમ્પસ બન્યું છે. અહીંયા તમામ બયોડિગ્રેડેબલ તમામ કચરાનું સો ટકા પ્રોસેસિંગ થાય છે.

અમદાવાદ મહાનગરપાલિકાનાં કેટલ ન્યસન્સ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટનાં વડા નરેશ રાજપુતે જણાવ્યું કે, “અહીં (બાકરોલ) ઉત્પન્ન થતા બાયોગેસનો ઉપયોગ અહીંનાં રસોડામાં રસોઇ બનાવવામાં થાય છે. આ કેમ્પસમાં 32 જેટલા કામદરો રહે છે. આ પરિવારોની રસોઇ પણ આ બાયોગેસ પર જ બને છે, છાણમાંથી ઉત્પન્ન થતા બાયોગેસને કારણે પહેલા મહિને સરેરાશ 27 એલપીજી સિલિન્ડરની જરૂર પડતી હતી. તે સાવ બંધ થઇ ગઇ અને મહિને 10,350 રૂપિયાની વીજ બચત થાય છે,’’.

બાકરોલ કરુણા મંદિર ખાતે રોજ 1000 થી વધારે રોટલી ગાયો તથા કૂતરાઓ માટે બનાવવામાં આવે છે અને એ તમામ રસોઇ બાયોગસ પર જ બને છે.  અહીં આવતા દાતાઓ રોટલી સાથે ગોળ ભેળવી ગાયોને આપે છે અને આ પુણ્યકાર્યમાં દાન પણ આપે છે. તથા ગૌસેવા માટે દાન આપે છે.

બાયોગેસમાંથી નીકળતી સ્લરીનો મહાનગરપાલિકા દ્વારા ખાતરનો પ્લાન્ટેશનમાં  ઉપયોગ કરવામાં આવે છે. એટલુ જ નહીં, અહીં છાંણમાંથી વિવિધ પ્રકારની સ્ટીક બનાવી મંદિરોને વૈદિક હોળી ઉજવવા, હોમ હવન, રામરોટી માટે મફતમાં વહેંચવામાં આવે છે. જેનાથી 13 કામદારોને રોજગારી મળે છે.

બાકરોલની સાથે સાથે દાણલીમડા ખાતે પણ 350 જેટલી ગાયો છે અને રોજ 1700 કિલો છાણ મળે છે. અહીં પણ એક બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. જ્યાં બાયોગેસની સાથે સાથે વીજળી પણ ઉત્પન્ન પેદા થાય છે. આગામી સમયમાં બાયોગેસ ઉત્પન્ન કરવા માટે છાણની સાથે સાથે શહેરનાં નજીકના શાકમાર્કેટમાં વધેલા શાકનો પણ બાયોગેસ દ્વારા ઉર્જા પેદા કરવા માટે ઉપયોગમાં લેવાશે તેવું આયોજન છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.