Western Times News

Gujarati News

ગાંધીનગરના ચિલોડામાં પ્રેમી પંખીડાએ વૃક્ષ પર ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર

AI Image

(એજન્સી)ગાંધીનગર, ગાંધીનગરના સીમાડે આવેલા ચિલોડા ગામમાં આજે (પહેલી મે) વહેલી સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામના સરકારી બોર કુવા પાસે આવેલા વૃક્ષ પર એક પ્રેમી યુગલે એકસાથે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છેકે, મૃતક મહિલા પરિણીત હતી અને તેનો પતિ છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આ દંપતીની એક દીકરીના લગ્ન પણ થઈ ચૂક્યા હતા.

મળતી માહિતી મુજબ, ચિલોડા ગામમાં રહેતા એક પુરુષ અને મહિલા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ગાઢ પ્રેમ સંબંધ હતો. આજે વહેલી સવારે જ્યારે ગ્રામજનો ખેતરો તરફ જઈ રહ્યા હતા, ત્યારે સરકારી બોર પાસેના વૃક્ષ પર એક જ સાડી વડે બંનેની મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળી હતી. આ દ્રશ્ય જોતા જ ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ ઘટના પ્રેમ પ્રકરણને લગતી હોવાનું સામે આવ્યું છે જેના કારણે બંનેએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસે હ્લજીન્ અને મામલતદારને પણ ઘટનાસ્થળે બોલાવ્યા હતા અને તપાસ તેજ કરી હતી. એવી પણ લોકમુખે ચર્ચા છે કે બંને લોકો ભવિષ્યમાં ક્યારેય સાથે નહીં રહી શકે તેવી આશંકાએ આ પગલું ભર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.