Western Times News

Gujarati News

ગણેશ જ્વેલરીનો ભાગેડૂ કમલેશ પારેખ વિદેશથી ઝડપાયો

વિદેશોમાં ફેલાયેલી કંપનીઓ દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર કમલેશ પારેખ વિદેશથી ઝડપાયો

CBIએ ૨,૬૭૨ કરોડના કૌભાંડી કમલેશ પારેખ સહિત બેને વિદેશથી પકડયા

(એજન્સી) નવી દિલ્હી, ભારતમાં આર્થિક ગુના કરીને વિદેશમાં ભાગી જનારા અપરાધીઓ હવે વિદેશમાં પણ લહેર નહી કરી શકે. ભારત સરકાર આવા ગુનેગારોને વિદેશમાંથી પણ પકડી શકે છે.

સીબીઆઈએ આવા બે રેડ કોર્નર નોટિસવાળા ગુનેગાર કમલેશ પારેખ અને આલોક કુમાર બંનેને વિદેશમાંથી ભારત પરત લાવવામાં સફળતા મેળવી છે. તેમની આ કાર્યવાહી ફ્રોડ કરી વિદેશ ભાગી જતાં ગુનેગારો માટે મોટી ચેતવણી છે.

સીબીઆઈએ રેડ કોર્નર અપરાધી કમલેશ પારેખને ભારત પરત લાવવામાં સફળતા મેળવી છે. સીબીઆઈએ વિદેશ અને ગૃહમંત્રાલ સાથે મળીને આ કાર્યવાહી પૂરી કરવામાં સફળ રહ્યુ છે.

Kamlesh Parekh was wanted in ₹2672 Cr Bank Fraud Case He was promoter of Ganesh Jewellery House He has been extradited from UAE in ₹2672 crore bank fraud case involving 25 banks. He was Absconding since probe began, he was chargesheeted in 2022. NBW (2019) & Interpol RCN (2024) led to arrest.

કમલેશ પારેખ પર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની આગેવાની હેઠળના બેન્કોના જૂથ (કોન્સોર્ટિયમ) સાથે ૨,૬૭૨ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. કમલેશ પારેખને પહેલી મેના રોજ ભારત પરત લવાયો.

કમલેશ પારેખ કંપનીનો પ્રમોટર અને ડાયરેક્ટર હતો. સીબીઆઈના જણાવ્યા મુજબ તેણે બીજા ડાયરેક્ટરો સાથે મળીને એક મોટું કાવતરું રચીને આ છેતરપિંડી આચરી હતી.

પારેખ સહિત અન્ય લોકોએ બેન્કો પાસેથી લીધેલા ભંડોળનો ખોટો ઉપયોગ કર્યો. પારેખે યુએઈ સહિત વિદેશોમાં ફેલાયેલી પોતાની કંપનીઓના નેટવર્ક દ્વારા બેન્કોના રૂપિયા જુદી-જુદી રીતે ટ્રાન્સફર કર્યા. તેના પછી તે બેન્કોના રૂપિયા લઈ વિદેશ ભાગી ગયા હતો, પરંતુ હવે તે કાયદાના સકંજામાં છે.

આ ઉપરાંત આલોકકુમાર યશપાલસિંઘ તરીકે જાણીતો છે. પાસપોર્ટ ફ્રોડ નેટવર્કમાં સંડોવણી બદલ તે વોન્ટેડ હતો. હરિયાણા પોલીસ દ્વારા તે વોન્ટેડ હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.