ACમાં બ્લાસ્ટ થયા બાદ બિલ્ડિંગમાં આગ, ૯ નાં મોત
(એજન્સી) નવી દિલ્હી, રાજધાની દિલ્હીના શાહદરામાં ધનાઢ્ય વિસ્તાર ગણાતા વિવેક વિહારમાં ચાર માળની બિÂલ્ડંગમાં રવિવારે વહેલી સવારે કથિત એસી બ્લાસ્ટ થયો હતો, જેમાં ચાર મહિલાઓ સહિત ૯ લોકોએ જીવ ગુમાવ્યો છે. પ્રાથમિક તપાસમાં બિÂલ્ડંગની કેટલીક બેદરકારી પણ સામે આવી છે, જેના કારણે રેસ્ક્્યૂ ઓપરેશનમાં અનેક પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. બિÂલ્ડંગના ખરાબ સ્ટ્રક્ચરના કારણે લોકોને પોતાના જીવ બચાવવામાં પણ મુશ્કેલી આવી છે.
મળતી વિગતો મુજબ, ચાર માળની બિÂલ્ડંગમાં એસીમાં બ્લાસ્ટ થયા બાદ અનેક ફ્લેટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ૯ લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તુરંત દોડી આવી હતી, જોકે તેઓએ અનેક મુશ્કેલીનો સામનો કર્યા બાદ અત્યાર સુધીમાં લગભગ ૧૫ લોકોને સુરક્ષિત બાહર કાઢી લીધા છે.
પોલીસ અધિકારીઓએ કહ્યું કે, વિવેક વિહાર ફેઝ-૧માં ચાર માળની બિÂલ્ડંગમાં વહેલી સવારે આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે, તે અનેક ફ્લેટોમાં પહોંચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં એસી બ્લાસ્ટ અથવા શોર્ટ સર્કિટના કારણે લાગવાની આશંકા છે. જોકે હજુ ચોક્કસ કારણોની તપાસ કરવામાં આવી રહી છે.
એવી વિગતો સામે આવી છે કે, બિÂલ્ડંગના ખરાબ સ્ટ્રક્ચરના કારણે લોકોએ પોતાનો જીવ ખોવો પડ્યો છે. રેસ્ક્્યૂ ઓપરેશન દરમિયાન ધાબાનો દરવાજો બંધ હતો. આ ઉપરાંત બિÂલ્ડંગમાં માત્ર એક જ સીડી હતી. એટલું જ નહીં, ફ્લેટોની ગેલેરી સહિત અનેક બાજુએ લોખંડની ગ્રીલ લાગેલી હતી,
જેના કારણે રેસ્ક્્યૂ ઓપરેશનમાં અનેક પડકારો ઉભા થયા હતા. આવા જ કેટલાક કારણોથી લોકો પોતાનો જીવ બચાવી શક્્યા નથી. રિપોર્ટ મુજબ, અત્યાર સુધીમાં ૯ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
દિલ્હીના ફાયર ઓફિસર મુકેશ વર્માએ કહ્યું કે, સવારે ૩.૪૭ કલાકે આગ લાગી હોવાનો કોલ આવ્યા બાદ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ. ફાયર બ્રિગેડની ટીમે પાછળના રસ્તેથી જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગેલેરીઓમાં લોખંડની ગ્રીલ લાગેલી હોવાથી ટીમ જઈ શકી ન હતી. પછી ટીમે આગળની તરફથી અંદર જવાનો પ્રયાસ કર્યો ત્યારે બિÂલ્ડંગમાં માત્ર એક જ સીડી હતી. આ દર્દનાક ઘટનામાં ૯ લોકોના મોત થયા છે.
