Western Times News

Gujarati News

તમિલનાડુમાં સુપરસ્ટાર વિજયની પાર્ટી એકશન મોડમાંઃ તોડજોડની રાજનીતિથી બચવા રિસોર્ટ બુક કર્યો

દાયકાઓથી DMK અને AIADMKનો દબદબો રહ્યો છે, ત્યાં વિજયની નવી પાર્ટી ‘તમિલગા વેટ્ટ્રી કઝગમ'(TVK) એ 100 બેઠકો પર શરૂઆતી સરસાઈ

ચેન્નાઈ, તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલમાં ત્રિશંકુ જનાદેશની શક્્યતાઓને જોતા સુપરસ્ટાર વિજયની પાર્ટી તમિલગા વેટ્ટ્‌રિ કઝગમ (TVK) એક્શન મોડમાં આવી ગઈ છે. ૪ મે ના રોજ જાહેર થનારા પરિણામો પૂર્વે વિજયે પોતાના સંભવિત વિજેતા ધારાસભ્યોને તોડજોડની રાજનીતિથી બચાવવા માટે અત્યારથી જ રિસોર્ટ બુક કરી લીધો છે.

ચેન્નાઈમાં ટીવીકેના વડા અને અભિનેતા વિજયના નિવાસસ્થાનની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. સત્તાવાર ચૂંટણી પંચના વલણો દર્શાવે છે કે ટીવીકે રાજ્યની કુલ 234 બેઠકોમાંથી 68 બેઠકો પર આગળ છે; મતગણતરી હજુ પણ ચાલુ છે.

પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, મહાબલીપુરમ પાસે આવેલા પૂંજેરીમાં એક ખાનગી રિસોર્ટમાં વિજેતા ઉમેદવારોને રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ રિસોર્ટમાં ૧૦૦ થી વધુ લોકો રહી શકે તેવી ક્ષમતા છે અને પરિણામ જાહેર થતાની સાથે જ ટીવીકેના વિજેતા ઉમેદવારોને ત્યાં ખસેડવાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

દાયકાઓથી જે રાજ્યમાં DMK અને AIADMKનો દબદબો રહ્યો છે, ત્યાં વિજયની નવી પાર્ટી ‘તમિલગા વેટ્ટ્રી કઝગમ'(TVK) એ 100 બેઠકો પર શરૂઆતી સરસાઈ મેળવીને નવો ઈતિહાસ રચ્યો છે. આ માત્ર આંકડા નથી, પણ રજનીકાંત અને કમલ હાસન જેવા દિગ્ગજો જે ન કરી શક્યા, તે વિજયે કરી બતાવ્યું છે.

એÂક્ઝટ પોલ બાદ યોજાયેલી બેઠકમાં વિજયે મજાકિયા અંદાજમાં પણ ગંભીરતા સાથે ઉમેદવારોને સૂચના આપી છે કે જીત્યા પછી ક્્યાંય જતા નહીં. તમામ વિજેતા ઉમેદવારોને જીત બાદ તાત્કાલિક પનૈયુર સ્થિત પાર્ટી હેડક્વાર્ટર પહોંચવા આદેશ અપાયો છે. ગણતરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કાનૂની ટીમ તૈયાર રાખવામાં આવી છે.

આ ઉપરાંત, પાર્ટીના મહાસચિવ આધવ અર્જુનાએ ચૂંટણી પંચ પાસે વધારાની સુરક્ષાની માંગ પણ કરી છે. તમિલનાડુમાં આ વખતે એÂક્ઝટ પોલ મિશ્ર સંકેતો આપી રહ્યા છે. કેટલાક પોલમાં ડીએમકે ગઠબંધન, તો કેટલાકમાં એઆઈએડીએમકે ગઠબંધન આગળ દેખાઈ રહ્યું છે, જ્યારે અનેક પોલ વિજયની પાર્ટી TVK ના મજબૂત પદાર્પણની આગાહી પણ કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.