Western Times News

Gujarati News

દેશમાં હવે ૨૨ રાજ્યોમાં BJP અથવા NDAની સરકાર

બંગાળ ફતેહ કર્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ ખુદ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી ભગવા મેપ જાહેર કર્યો

(એજન્સી)નવી દિલ્હી, પશ્ચિમ બંગાળની બંપર જીતે ભારતીય જનતા પાર્ટી અથવા એનડીએ શાસિત રાજ્યોની સંખ્યામાં ફરી વધારો કર્યો છે. વલણોમાં મળતી દેખાતી જીત બાદ હવે ૨૨ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભગવા સરકાર સત્તા પર સ્થાપિત થઈ ગઈ છે. આવો જોઈએ કે બંગાળની જીત બાદ ભારતના નકશા પર ભગવાનો ગ્રાફ કેવી રીતે બદલાઈ ગયો છે.

દેશની રાજધાની દિલ્હી, સૌથી વધારે લોકસભા સીટવાળા ઉત્તર પ્રદેશ, યુપીથી અડીને આવેલા બિહાર ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, હરિયાણા, ઓડિશા, ગુજરાત, આસામ, ગોવા, આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્ડ, મણિપુર, સિક્કિમ, મેઘાલય અને મિઝોરમમાં પણ એનડીએ અથવા ભાજપની સરકાર છે.

બંગાળ ફતેહ કર્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ ખુદ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી ભગવા મેપ જાહેર કર્યો છે. ભાજપે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે દેશના દિલથી લઈ બંગાળ સુધી, આ ન ફક્ત એક વધતો નકશો છે, પણ આ એક એવા રાષ્ટ્રનો વિશ્વાસ છે, જો પ્રગતિ માટે દૃઢ સંકલ્પિત છે. ઉત્તરથી લઈ પૂર્વોત્તર સુધી, રંગોમાં આવેલો બદલાવ હવે જરાં પણ હળવો નથી.

બંગાળ તો બસ એ કહાનીનો સૌથી નવો અધ્યાય છે, જે પહેલાથી જોર શોરથી આગળ વધી રહી છે. ૨૦૪૭ સુધી મળી એક વિકસિત ભારતના નિર્માણ સુધી. પશ્ચિમ બંગાળની કુલ ૨૯૪ સીટો પર બે તબક્કામાં મતદાન થયા હતા. જો કે તેમાંથી ફાલ્ટા સીટ પર ફરી મતદાનની ઘોષણા કરી છે.

ભાજપ એક પછી એક રાજ્માં સત્તા હાંસલ કરી રહ્યું છે. સૌ પ્રથમ ગુજરાતમાં સત્તા હાંસલ કર્યા બાદ હવે દેશના મોટાભાગના રાજ્યોમાં ભગવો લહેરાઈ રહ્યો છે. આજે પાંચ રાજ્યમાંથી ૩ રાજ્યમાં ભગવો લહેરાયો છે. હવે ભાજપનું મવડી મંડળ અને એનડીએના અગ્રણીઓએ દક્ષિણ ભારત તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.