કેરળમાં હાર સાથે જ દેશમાંથી લેફ્ટ શાસનનો સફાયો થયો: કોંગ્રેસ ગઠબંધન સત્તામાં
કેરળમાં ડાબેરીઓની હાર થતાની સાથે જ ડાબેરીઓનો ગઢ સત્તામાંથી સમાપ્ત થયો છે.
(એજન્સી)થિરૂવનંતપૂરમ્, દક્ષિણ ભારતના રાજકીય પ્રવેશ દ્વાર સમાન કેરલમમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. કોંગ્રેસના નેતૃત્વ હેઠળનું યુનાઈટેડ ડેમોક્રિટિક ફન્ટે સ્પષ્ટ બહુમતિ મેળવી છે. જ્યારે સત્તારૂઢ લેફ્ટ ડેમોક્રિટિક ફન્ટ એટલે કે એલએફડીને આંચકો લાગ્યો છે.
કેરલમાં સત્તા જતા જ દેશમાં ડાબેરીઓનો પણ સફાયો થઈ ગયો છે. કેરળના ચોકાવનારા પરિણામો સામે આવ્યા છે. કેમ કે ડાબેરીઓ પાસેથી કોંગ્રેસ ગઠબંધને સત્તા છીનવી લીધી છે. કોંગ્રેસ ગઠબંધન યુડીએફએ સ્પષ્ટ બહુમતિ મેળવી લીધી છે. સત્તા વિરોધી લહેરના કારણે પિનરાઈ વિજયનને સત્તા ખોવાનો વારો આવ્યો છે.
કેરળમાં ભવ્ય જીત મળતા કોંગ્રેસના નેતાઓએ વધાવી છે. કેરળ વિધાનસભાની ચૂટણીના પરિણામની વાત કરીએ તો કોંગ્રેસ ૬૩ બેઠકો જીતી છે, તો સીપીઆઈએ ૨૬ બેઠકો જીતી છે. આ ઉપરાંત ઈન્ડિયન મુસ્લિમ લીગે ૨૨ બેઠકો પર જીત મેળવી છે. સીપીઆઈએ ૮ બેઠક તેમજ કેરલા કોંગ્રેસે સાત બેઠકો પર જીત મેળવી છે.
આ ઉપરાંત રિવોલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટીએ ત્રણ અને ભાજપે ત્રણ બેઠકો પર જીત મેળવી છે. મુખ્યમંત્રી પિનરાઈ વિજયન જેમના નેતૃત્વમાં ડાબેરીઓએ સતત બીજી વાર સત્તા મેળવીને ઈતિહાસ રચ્યો હતો. પરંતુ આ વખતે તેમને હારનો સામનો કરવો પડ્યો છે. કેરળમાં ડાબેરીઓની હાર થતાની સાથે જ ડાબેરીઓનો ગઢ સત્તામાંથી સમાપ્ત થયો છે.
