કમલમમાં ઝાલમૂડી ખાઈને BJP નેતાઓએ જીતની ઉજવણીની કરી
ગુજરાતમાં કાર્યકર્તાઓએ ફટાકડા ફોડ્યાઃ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા
ગાંધીનગર, પશ્ચિમ બંગાળમાં મતગણતરી હજુ ચાલુ છે પણ અત્યાર સુધીના પરિણામોમાં ભાજપ જીત તરફ આગળ વધતું દેખાઈ રહ્યું છે ત્યારે પશ્ચિમ બંગાળની જીતની ઉજવણી ગાંધીનગર કમલમ ખાતે કાર્યકરો દ્વારા ઝાલમૂડી ખાઈને કરવામાં આવી છે.
પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામોમાં ભાજપની મજબૂત લીડ સામે આવતા ગુજરાતમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો છે. ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય ‘કમલમ’થી લઈને સુરતના રસ્તાઓ સુધી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અનોખી રીતે ઝાલમુરી બનાવીને જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર રાજ્યમાં નારા, ફટાકડા અને મીઠાઈ સાથે કાર્યકરો આ જીતને ભવ્ય રીતે ઉજવી રહ્યા છે.
પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામોમાં ભાજપ જીત તરફ આગળ વધી રહી હોવાના સંકેતો મળતા જ ગુજરાતમાં ઉજવણીનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે કાર્યકરો અને નેતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
અહીં પશ્ચિમ બંગાળની પ્રખ્યાત વાનગી ઝાલમુરી બનાવીને અનોખી રીતે જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. ઝાલમુડી બનાવવા માટે ખાસ કારીગરો સામગ્રી સાથે કમલમ પર પહોંચ્યા હતા. જે સમગ્ર કાર્યક્રમને ખાસ બનાવે છે. બંગાળની સંસ્કૃતિ સાથે જોડાયેલી આ વાનગી દ્વારા જીતનો આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં પ્રચાર દરમિયાન ઝાલમુડી ખાધી હતી. જેના કારણે આ વાનગી ખાસ ચર્ચામાં આવી હતી. હવે જીતના અવસરે એ જ ઝાલમુડી બનાવીને ઉજવણી કરવામાં આવી હતી. જે કાર્યકરો માટે ગૌરવ અને આનંદનો વિષય બની છે. કમલમ ખાતે કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો હતો અને બધા જ જીતના ઉત્સાહમાં ગરકાવ થઈ ગયા હતા. આ રીતે સ્થાનિક સંસ્કૃતિને જોડીને ઉજવણી કરવાનું દ્રશ્ય સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
સુરતમાં પણ ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને ભવ્ય રીતે જીતનો ઉત્સવ મનાવ્યો હતો. ‘વંદે માતરમ’, ‘ભારત માતા કી જય’ અને ‘જય શ્રી રામ’ જેવા નારા સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. કાર્યકર્તાઓએ ફટાકડા ફોડ્યા અને એકબીજાનું મોઢું મીઠું કરાવીને ખુશી વ્યક્ત કરી હતી. આ સકારાત્મક વલણોને કારણે કાર્યકરોમાં નવો ઉત્સાહ અને ઉર્જા જોવા મળી રહી છે. જે આગામી સમયમાં પાર્ટી માટે વધુ પ્રેરણાદાયક સાબિત થઈ શકે છે.
ખાસ કરીને સુરતના સરથાણા વિસ્તારમાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ભેગા થયા હતા. આ કાર્યકરોમાં ઘણા એવા પણ હતા, જેઓ છેલ્લા બે મહિનાથી પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર માટે કાર્યરત હતા. તેમની મહેનતનું પરિણામ મળતા તેઓમાં વિશેષ આનંદ અને ગર્વની લાગણી જોવા મળી હતી.
પશ્ચિમ બંગાળ સહિત અન્ય રાજ્યોમાં ભાજપ પ્રચંડ બહુમતી તરફ આગળ વધી રહી હોવાના સમાચાર મળતા જ સમગ્ર વિસ્તારમાં હર્ષોલ્લાસનો માહોલ સર્જાયો હતો. આ ઉજવણીમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ જોડાયા હતા. બંને નેતાઓએ ગાંધીનગરના કમલમ ખાતે કાર્યકરો સાથે મળી જીતની ખુશી વ્યક્ત કરી હતી. સમગ્ર રાજ્યમાં ભાજપની જીતને લઈને જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
