Western Times News

Gujarati News

મિડલ ઈસ્ટ સંઘર્ષઃ હોર્મુઝમાં યુએસના હુમલામાં ૫ના મોતનો દાવો

તહેરાન, પશ્ચિમ એશિયામાં ૧૮ દિવસના કામચલાઉ યુદ્ધવિરામ બાદ સ્થિતિ ફરી વિસ્ફોટક બની છે. હોર્મુઝની ખાડીમાં અમેરિકા અને ઈરાન સામસામે આવી ગયા છે.

ઈરાનની મીડિયાએ સૈન્ય સૂત્રોના હવાલેથી દાવો કર્યાે છે કે અમેરિકી સેનાએ માલસામાન લઈ જતી બે નાગરિક નૌકાઓને નિશાન બનાવી છે, જેમાં ૫ નાગરિકોના મોત થયા છે. જોકે, અમેરિકાએ આ દાવા પર મૌન સેવ્યું છે.યુનાઈટેડ આરબ અમીરાતે સત્તાવાર રીતે જણાવ્યું છે કે ઈરાનના ડ્રોને ફુજૈરાહ સ્થિત તેલ સુવિધા કેન્દ્રને નિશાન બનાવ્યું છે, જેના કારણે ભયાનક આગ લાગી હતી. આ કેન્દ્ર હોર્મુઝને બાયપાસ કરતું મહત્વનું પાઈપલાઈન હબ છે.

બીજી તરફ, ઓમાનમાં પણ રહેણાંક ઈમારત પર હુમલાના સમાચાર છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે બહેરીને દેશમાં ‘નેશનલ ઈમરજન્સી’ જાહેર કરી દીધી છે.આ હુમલાઓની સીધી અસર વિશ્વના અર્થતંત્ર પર પડી છે. ગ્લોબલ માર્કેટમાં તેલની કિંમતોમાં ૬ ટકાનો તોતિંગ વધારો થયો છે. બ્રિટિશ સેનાએ પણ અમીરાત તટ પાસે એક માલવાહક જહાજમાં આગ લાગી હોવાની પુષ્ટિ કરી છે.

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ આ હુમલાઓમાં હાથ હોવાનો ઇનકાર કર્યાે છે અને અમેરિકાના ‘પ્રોજેક્ટ ફ્રીડમ‘ને ‘પ્રોજેક્ટ ડેડલોક’ ગણાવ્યો છે.અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ઈરાનને ખુલ્લી ચેતવણી આપી છે કે જો તે અમેરિકી જહાજોને નિશાન બનાવશે તો તેને ‘નેસ્તનાબૂદ’ કરી દેવામાં આવશે. ટ્રમ્પે દક્ષિણ કોરિયાના જહાજ પર થયેલા હુમલાનો પણ ઉલ્લેખ કર્યાે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.