આરસીબીને મોટો ફટકો: ઇજાગ્રસ્ત ફિલ સોલ્ટ ઇંગ્લેન્ડ પરત ફર્યાે
બેંગ્લુરુ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના તોફાની ઓપનર ફિલ સોલ્ટને ગત મહિને આંગળીમાં ઇજા થઈ હતી જેને કારણે તે છેલ્લી ત્રણ મેચથી બહાર રહ્યો છે. અને તેને થયેલી ઇજાનું સ્કેન કરાવવા ઇંગ્લેન્ડ પરત ફર્યાે છે.
તેના સ્થાને ઇંગ્લેન્ડના જ જેકબ બેથેલે ઓપનિંગમાં આવી મોરચો સંભાળ્યો છે. ગત ૧૮ એપ્રિલે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામે આરસીબીની મેચ દરમિયાન ડીપ બેકવર્ડ સ્ક્વેર લેગ પર બાઉન્ડ્રી બચાવવા માટે ડાઇવ કરતી વખતે ૨૯ વર્ષીય સોલ્ટને ડાબા હાથની આંગળીમાં ઇજા થઈ હતી.
ઇસીબી સાથે સેન્ટ્રલી કોન્ટ્રાક્ટ ધરાવતો સોલ્ટ ઇંગ્લેન્ડ મેનેજમેન્ટની વિનંતી પર તે પરત ફર્યાે છે અને તેની આંગળી પર સ્કેન કરાવાયું છે. રિપોર્ટ અનુસાર, આરસીબી અને સોલ્ટ બંને ઝડપથી સ્વસ્થ થવાની આશા રાખે છે અને ઓપનર આ મહિનાના અંતમાં ભારત પરત ફરી શકે છે.
સોલ્ટે સિઝનની મજબૂત શરૂઆત કરી હતી, તેણે છ ઇનિંગ્સમાં ૧૬૮.૩૩ ના પ્રભાવશાળી સ્ટ્રાઇક રેટથી ૨૦૨ રન બનાવ્યા હતા. આરસીબી હાલમાં પંજાબ કિંગ્સ પછી પોઈન્ટ ટેબલ પર બીજા ક્રમે છે. તેઓ આગામી ગુરુવારે લખનૌ સુપર જાયન્ટ્સ સામે ટકરાશે.SS1MS
