Western Times News

Gujarati News

૯૯ ચૂંટણીમાં કોંગ્રેસનો થયો પરાજય રાહુલ ગાંધીના રાજકારણમાં પ્રવેશ બાદ

નવી દિલ્હી, પાંચ રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીની સમવારે પરિણામ જાહેર થયાં હતા. જેમાં કોંગ્રેસને માત્ર કેરલમાં સફળતા મળી છે. જ્યારે પશ્ચિમ બંગાળ સહિતના ચાર રાજ્યોમાં કોંગ્રેસનું ફરી એકવાર ધોવાણ થયું છે.

આમ કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધીના રાજનીતિમાં પ્રવેશ બાદ દેશભરમાં યોજાયેલી લોકસભા અને વિવિધ વિધાનસભાની ચૂંટણીઓમાં આ ૯૯ વખત હારનો સામનો કોંગ્રેસનો કરવો પડ્‌યો છે.

દેશના રાજકારણમાં રાહુલ ગાંધી બે દાયકામાં સક્રિય છે અને કોંગ્રેસના મુખ્ય નેતાના રૂપે સક્રિય રહ્યાં છે. માર્ચ ૨૦૦૪માં તેમણે રાજનીતિમાં પ્રવેશ કર્યાં બાદ કોંગ્રેસમાં મહત્વની જવાબદારીઓ નિભાવી છે, એટલું જ નહીં લોકસભાની ચૂંટણીઓમાં સમગ્ર દેશમાં ચૂંટણીપ્રચાર કરવા માટે પ્રવાસે કરે છે આ ઉપરાંત જે તે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં પણ પ્રચાર-પ્રસારમાં તેની મહત્વની ભૂમિકા રહી છે.

રાહુલ ગાંધીના કોંગ્રેસમાં પ્રવેશ બાદ કોંગ્રેસને વર્ષ ૨૦૧૪, ૨૦૧૮ અને ૨૦૨૪માં હારનો સામનો કરવો પડ્‌યો છે. આવી જ રીતે વિધાનસભા ચૂંટણીઓની વાત કરીએ તો જમ્મુ-કાશ્મીરમાં ૨૦૧૪, પંજાબમાં ૨૦૦૭, ૨૦૧૨ અને ૨૦૨૨, હરિયાણામાં ૨૦૧૪, ૨૦૧૯ અને ૨૦૨૪, દેશની રાજધાની દિલ્હીમાં ૨૦૧૩, ૨૦૧૫, ૨૦૨૦ અને ૨૦૨૫, ગુજરાતમાં ૨૦૦૭, ૨૦૧૨, ૨૦૧૭ અને ૨૦૨૨, રાજસ્થાનમાં ૨૦૧૩ અને ૨૦૨૩, મહારાષ્ટ્રમાં ૨૦૧૪, ૨૦૧૯ અને ૨૦૨૪, ગોવામાં ૨૦૧૨, ૨૦૧૭ અને ૨૦૨૨, કર્ણાટકમાં ૨૦૦૪, ૨૦૦૮ અને ૨૦૧૮, કેરલમમાં ૨૦૦૬, ૨૦૧૬ અને ૨૦૨૧, મધ્યપ્રદેશમાં ૨૦૦૮, ૨૦૧૩, ૨૦૧૮ અને ૨૦૨૩માં કોંગ્રેસ હાર્યું હતું.

તેલંગાણામાં ૨૦૧૪ અને ૨૦૧૮, આંધ્રપ્રદેશમાં ૨૦૧૪, ૨૦૧૯ અને ૨૦૨૪, પુંડુચેરીમાં ૨૦૧૧, ૨૦૨૧ અને ૨૦૨૬, તમિલનાડુમાં ૨૦૧૧, ૨૦૧૬ અને ૨૦૨૬, હિમાચલ પ્રદેશમાં ૨૦૦૭ અને ૨૦૧૭, ઉત્તરાખંડમાં ૨૦૦૭, ૨૦૧૭ અને ૨૦૨૨, સિક્કિમમાં ૨૦૦૪, ૨૦૦૯, ૨૦૧૪, ૨૦૧૯ અને ૨૦૨૪, ઉત્તરપ્રદેશમાં ૨૦૦૭, ૨૦૧૨, ૨૦૧૭ અને ૨૦૨૨, બિહારમાં ૨૦૦૫, ૨૦૧૦, ૨૦૨૦ અને ૨૦૨૫, પશ્ચિમ બંગાળમાં ૨૦૦૬, ૨૦૧૬, ૨૦૨૧ અને ૨૦૨૬, અરૂણાચલ પ્રદેશમાં ૨૦૧૯ અને ૨૦૨૪, અસમમાં ૨૦૧૬, ૨૦૨૧ અને ૨૦૨૬, નાગાલેન્ડમાં ૨૦૦૮, ૨૦૧૩, ૨૦૧૮ અને ૨૦૨૩, મણિપુરમાં ૨૦૧૭ અને ૨૦૨૨માં કોંગ્રસને પરાજય મળ્યો હતો.

મિઝોરમમાં ૨૦૧૮ અને ૨૦૨૩, ત્રિપુરામાં ૨૦૦૮, ૨૦૧૩, ૨૦૧૮ અને ૨૦૨૩, મેઘાલયમાં ૨૦૧૮ અને ૨૦૨૩, ઝારખંડમાં ૨૦૦૫, ૨૦૦૯ અને ૨૦૧૪, ઓડિશામાં ૨૦૦૪, ૨૦૦૯, ૨૦૧૪, ૨૦૧૯ અને ૨૦૨૪ આવી જ રીતે છત્તીસગઢમાં ૨૦૦૮, ૨૦૧૩ અને ૨૦૨૩માં કોંગ્રેસ હાર્યું હતું.

જો કે, હાલ કર્ણાટક અને તેલંગાણામાં કોંગ્રેસની સરકાર છે એટલું જ નહીં કેરલમમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની આગેવાની હેઠળના ગઠબંધનની જીત થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.