Western Times News

Gujarati News

માલપુરના મોરલીકંપામાં શ્રી મહાવીર હનુમાનજી મંદિરનો ત્રિદિવસીય ‘ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ’ નો પ્રારંભ

(પ્રતિનિધિ)મોડાસા, અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મોરલીકંપા (પો. અણીયોર) મુકામે નવનિર્મિત શ્રી મહાવીર હનુમાનજી મંદિરનો ત્રિદિવસીય ‘ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ’ આજથી ભક્તિમય વાતાવરણમાં પ્રારંભ થયો છે.

વિક્રમ સંવત ૨૦૮૨ વૈશાખ વદ-૪ ને બુધવાર, તા. ૦૬/૦૫/૨૦૨૬ થી શુક્રવાર તા. ૦૮/૦૫/૨૦૨૬ દરમિયાન આ પરમ વંદનીય સંતોના સાનિધ્યમાં આ ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

આજના પાવનકારી પ્રથમ દિવસે વહેલી સવારથી જ વિવિધ ધાર્મિક વિધિઓનો પ્રારંભ થયો હતોઃ સવારે ૦૭ઃ૦૦ કલાકે નિયાણાંના સામૈયાં સાથે મહોત્સવની ભવ્ય શરૂઆત થઈ હતી.

સવારે ૦૮ઃ૩૦ કલાકેનિયાણી દાનભેટનો કાર્યક્રમ યોજાયો હતો. બપોરે ૧૧ઃ૩૦ કલાકે સમસ્ત ગ્રામજનો અને ભાવિકો માટે બ્રહ્મ ભોજનનું આયોજન કરાયું હતું. બપોરે ૦૨ઃ૧૫ કલાકે શાસ્ત્રોક્ત વિધિ સાથે મંડપ પ્રવેશ કરવામાં આવ્યો . બપોરે ૦૩ઃ૧૫ કલાકેદેવ પૂજનની વિધિ સંપન્ન થઈ હતી .

સાંજે ૦૫ઃ૧૫ કલાકે સાયં પૂજન અને આરતીના દર્શનનો લ્હાવો ભાવિકોએ લીધો હતો રાત્રિના આકર્ષણઃ દાંડિયા રાસઃધાર્મિક વિધિઓ બાદ રાત્રે ૦૮ઃ૩૦ કલાકે ભવ્ય દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું , જેમાં ગ્રામજનો ઉલ્લાસભેર જોડાયા હતા.

મોરલીકંપાના પ્રેમાળ ગ્રામજનો દ્વારા આયોજિત આ મહોત્સવમાં પવિત્ર મૂર્તિઓની પ્રતિષ્ઠા સાથે સમગ્ર વિસ્તારમાં આધ્યાત્મિક ચેતનાનો સંચાર થયો હતો . મહોત્સવના આગામી બે દિવસોમાં પણ વિવિધ હોમ-હવન અને ધાર્મિક પ્રસંગો યોજાશે, જેનું સમાપન શુક્રવારના રોજ થશે.

આ ધાર્મિક પ્રસંગે આસપાસના વિસ્તારના શ્રદ્ધાળુઓને ઉપસ્થિત રહી ધન્યતા પ્રાપ્ત કરવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ ચૌધરી જ્યારે સંકલન જગદીશભાઈ કે લીબાણી કરી રહ્યા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.