Western Times News

Gujarati News

બંગાળમાં BJPની જીત બાદ વડોદરામાં PM મોદીનો ભવ્ય રોડ શો યોજાશે?

(એજન્સી)ગાંધીનગર, પશ્ચિમ બંગાળમાં ભાજપની ભવ્ય જીત પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે. વડોદરા શહેરમાં યોજશે ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં મળેલી મોટી જીત પછી ભાજપના રાજકીય આત્મવિશ્વાસમાં વધારો થયો છે અને હવે તેનું પ્રતિબિંબ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવનારા ગુજરાત પ્રવાસને લઈને રાજ્યમાં રાજકીય ચહલપહલ તેજ બની છે. જ્યાં તેમના ભવ્ય સ્વાગત અને વિવિધ કાર્યક્રમોની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પશ્ચિમ બંગાળમાં ભાજપને મળેલી ભવ્ય જીત બાદ દેશના રાજકીય માહોલમાં નવી ઊર્જા જોવા મળી રહી છે અને હવે તેનો પ્રભાવ ગુજરાતમાં પણ દેખાવા જઈ રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૧ મેના રોજ ગુજરાતના મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે. આ મુલાકાતને લઈને રાજ્યમાં ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે અને વિવિધ શહેરોમાં સ્વાગતની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને વડોદરા અને સોમનાથમાં આ પ્રવાસને લઈને વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનના આ પ્રવાસ દરમિયાન વડોદરા શહેરમાં વિશાળ રોડ શો યોજાવાનો છે.

જે રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શહેરના મુખ્ય માર્ગો પર લોકોના મોટા જથ્થા એકત્ર થાય તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. ભાજપના સ્થાનિક નેતાઓ અને કાર્યકરો રોડ શોને સફળ બનાવવા માટે સતત બેઠકો યોજી રહ્યા છે.

રોડ શો માટે માર્ગોનું નિર્ધારણ, સુરક્ષા વ્યવસ્થા અને જનસમર્થન એકત્રિત કરવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વડોદરામાં વડાપ્રધાનનું સ્વાગત વિશેષ ઢબે થાય તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ૧૧ મેના રોજ વડાપ્રધાન મોદી સૌપ્રથમ સોમનાથ ખાતે પહોંચશે અને ત્યારબાદ વડોદરાની મુલાકાત લેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.