Western Times News

Gujarati News

ભરૂચ જિલ્લાનું ધો.૧૦ નું ૮૪.૧૫ ટકા પરિણામ જાહેર

ભરૂચની ગ્રાન્ટ ઈન એડ ૫૫ શાળાઓએ સો ટકા પરિણામ મેળવ્યું અને ૧૦ સરકારી શાળાઓએ સો ટકા પરિણામ પ્રાપ્ત કર્યું

(પ્રતિનિધિ) ભરૂચ, રાજ્ય સમસ્તમાં જાહેર થયેલા ધોરણ-૧૦ના પરિણામમાં ૮૪.૧૫ ટકા પ્રાપ્ત કરી ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યુ છે.ઉત્તિર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા અભિનંદન પાઠવાયા છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી/માર્ચ-૨૦૨૬ માં લેવાયેલી માધ્યમિક (એસ.એસ.સી) બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં ભરૂચ જિલ્લામાં કુલ ૩૨ કેન્દ્રો ખાતે ૧૯ હજાર ૨૯૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જેમાંથી કુલ ૧૫ હજાર ૯૨૮ વિદ્યાર્થીઓ પાસ થયા છે.

આ ૩૨ કેન્દ્રોમાં અનુક્રમે (૧) આમોદમાં ૬૦.૯૪ ટકા પરિણામ, (ર) અંકલેશ્વરમાં ૮૩.૫૨ ટકા પરિણામ, (૩) ય્ૈંડ્ઢઝ્ર અંકલેશ્ર્વરમાં ૯૨.૯૬ ટકા પરિણામ, (૪) અંકલેશ્વર – ૨ માં ૮૭.૯૨ ટકા પરિણામ, (૫) અંકલેશ્વર – ૩માં ૭૧.૮૧ ટકા પરિણામ, (૬) ભરૂચમાં ૭૩.૮૯ ટકા પરિણામ, (૭) ભરૂચ – ૨માં ૭૦.૪૭ ટકા પરિણામ, (૮) ભરૂચ – ૩માં ૮૫.૭૮ ટકા પરિણામ, (૯) ભરૂચ – ૪માં ૮૭.૭૯ ટકા પરિણામ, (૧૦) હાંસોટમાં ૮૭.૭૩ ટકા પરિણામ અને (૧૧) જંબુસરમાં ૭૨.૨૬ ટકા પરિણામ જાહેર કરાયું છે. (૧૨) ઝઘડિયામાં ૮૪.૮૩ ટકા

(૧૩) પાલેજમાં ૯૨.૨૪ ટકા (૧૪) વાલિયામાં ૮૭.૫૫ ટકા (૧૫) નબીપુરમાં ૯૩.૨૦માં (૧૬) વાગરામાં ૭૨.૮૦ ટકા (૧૭) નેત્રંગમાં ૯૦.૩૩ ટકા (૧૮) સામલોદમાં ૮૯.૬૦ ટકા (૧૯) ટંકારીયામાં ૮૫.૧૮ ટકા (૨૦) કરમાડમાં ૯૪.૨૭ ટકા (૨૧) નાહિયેરમાં ૯૭.૮૮ ટકા (૨૨) રાજપારડીમાં ૮૨.૪૦ ટકા (૨૩) દહેજમાં ૮૮.૧૬ ટકા (૨૪) શુકલતીર્થમાં ૭૮.૬૫ ટકા (૨૫) ત્રાલસામાં ૭૯.૦૫ ટકા (૨૬) દરિયામાં ૯૨.૭૪ ટકા (૨૭) ડહેલીમાં ૯૧.૩૮ ટકા ( ૨૭ ) જાગેશ્ર્વરમાં ૯૫.૪૮ ટકા (૨૮) અંદાડામાં ૮૪.૧૮ ટકા (૨૯) નહારમાં ૯૧.૪૭ ટકા (૩૦) થવામાં ૯૦.૪૪ ટકા (૩૧) ગજેરામાં ૮૪.૬૪ ટકા પરિણામ જાહેર કરાયું છે.

જિલ્લામાં ધોરણ ૧૦ની ૧૦૦ ટકા વાળી કુલ ૬૫ શાળાઓનો સમાવેશ થયો છે.૩૦ ટકા વાળી કુલ ૦૭ શાળાઓનો સમાવેશ થયો છે. ૦ ટકા વાળી કુલ ૦૧ શાળાઓનો સમાવેશ થયો છે. ભરૂચની ગ્રાન્ટ ઇન એડ ૫૫ શાળાઓએ સો ટકા પરિણામ મેળવેલ છે અને ૧૦ સરકારી શાળાઓએ સો ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી/માર્ચ-૨૦૨૬મા લેવાયેલ પરીક્ષાના ઉત્કૃષ્ટ પરિણામ બદલ, ભરૂચ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા શિક્ષણાધીકારી દ્વારા આ તમામ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.