Western Times News

Gujarati News

અંબાજી મંદિરના દાનભેટના રૂ. ૧.૦૪ લાખ ચોરી કરતો લેબર ઝડપાયો

પાલનપુર, શક્તિપીઠ મંદિર અંબાજી ખાતે ભંડારકક્ષમાં દાન ભેટ તરીકે આવેલી રકમની ગણતરીની કામગીરી વખતે કર્મચારીઓ માટે ચા-નાસ્તો આવતા તે સમયનો લાભ લઇ અંબાજી ગબ્બર મંદિર ખાતે લેબર તરીકે કામ કરતો યુવક રૂ. ૧.૦૪ લાખનું બંડલ પોતાના લેંઘામાં સંતાડી બહાર જતા મંદિરના કર્મચારીઓ જોઈ ગયા હતા.

જેથી લેબર પાસેથી પૈસાનું બંડલ પરત લઈને રૂપિયા ચોરી કરનાર લેબર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.અંબાજી મંદિર ખાતે યાત્રિકો દ્વારા દાનપેટી તથા ભંડારામાં નાંખવામાં આવતી દાનની રકમની ગણતરી દર મંગળવારે મંદિર હસ્તકના ભંડારકક્ષમાં સવારે ૯ઃ૦૦ કલાકેથી હાથ ધરવામાં આવે છે. તે પ્રમાણે તારીખ ૫ મેના રોજ દાનભેટ તરીકે આવેલી રકમની ગણતરીની કામગીરી ચાલુ હતી.

ભંડારાની રકમની ગણતરીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ માટે ચા- નાસ્તો આવતાં કર્મચારીઓ તેમાં વ્યસ્ત હતા. તે દરમિયાન મંદિર ટ્રસ્ટ હસ્તકના ગબ્બર ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ-શોમાં ફરજ બજાવતો લેબર ચિરાગકુમાર અજમલભાઈ ઠાકોર ભંડારકક્ષમાંથી ગણતરી કરેલા રૂપિયાનું બંડલ તેને પહેરેલા લેંઘામાં સંતાડી પાણી પીવાના સ્થળે જતાં બંડલ લેંઘામાંથી નીચે પડી ગયું હતું.

તે બંડલ તાત્કાલિક ઉપાડી તે બાથરૂમમાં જતો રહ્યો હતો. જે મંદિર ટ્રસ્ટના કર્મચારી ઉદયભાઇ જોશી તેમજ મિતેશભાઈ જોશી જોઈ જતાં આ રૂ. ૧.૦૪ લાખનું બંડલ ભંડારકક્ષમાં જમા કરાવ્યું હતું. તે પછી મંદિર ટ્રસ્ટમાં હિસાબી અધિકારી તરીકે ફરજ બજાવતા કૌશલકુમાર જોશીએ અંબાજી પોલીસ સ્ટેશન ખાતે ચિરાગકુમાર અજમલભાઈ ઠાકોર (રહે. કુંભારિયા, તા. દાંતા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.