Western Times News

Gujarati News

સોમનાથના ૭૫ વર્ષ નિમિત્તે રૉડ શો, સૂર્યકિરણ એર-શૉ, હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા સહિત કાર્યક્રમો યોજાશે

File Photo somnath

આસ્થા અને અસ્મિતાના પ્રતીક સમા શ્રદ્ધાના કેન્દ્ર સમા દ્વાદશ જ્યોતિર્લિંગ એવા સોમનાથ પર અનેક આક્રમણો થવા છતાંઆસ્થા અને અસ્મિતાને ડગાવી શક્યા નથી અને તે અડિખમ અને અવિચલ રહ્યું છે.

એવા સોમનાથ ભગવાનના સાન્નિધ્યમાં આગામી તા.૧૧ મેના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પધારી રહ્યાં છે. જેના ઉપલક્ષમાં કૃષિ અને પ્રવક્તામંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ એક પ્રેસ કોન્ફરન્સ સોમનાથ સાગરદર્શન ખાતે આવેલા મિટિંગ હોલમાં યોજી હતી.

આ અવસરે શિક્ષણ મંત્રી શ્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજાવન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જૂનભાઈ મોઢવાડિયાસાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાધારાસભ્ય શ્રી અનિરૂદ્ધભાઈ દવે સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

કૃષિમંત્રીશ્રીએ વિગતો આપતાં જણાવ્યું હતું કેપ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પર અનેક આક્રાંતાઓએ હુમલો કર્યાં છતાં આજે પણ સોમનાથ મંદિર સનાતન ધર્મની અડગ શ્રદ્ધા અને વધુ ભવ્યતા સાથે અડિખમ
ઉભું છે.

ત્યારે આ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષના અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પધારી રહ્યાં છેત્યારે સમગ્ર ગુજરાતવાસીઓ તેમને આવકારવા ઉત્સુક છે અને આનંદની લાગણી અનુભવી રહ્યાં છે.

મંત્રીશ્રીએ જણાવ્યું કેસરકારના શાસનમાં વિશ્વાસ દર્શાવતાં દેશના ત્રણ રાજ્યોમાં ભાજપે જીત મેળવી છેખાસ કરીનેપશ્ચિમ બંગાળમાં મેળવેલી ઐતિહાસિક જીત એ ભારતની આઝાદી બાદની બીજી આઝાદી સમાન છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં થયેલા વિકાસકાર્યોને લોકોએ આ જીત દ્વારા સ્વીકૃતિ આપી છે.

સરદાર વલ્લભભાઇ પટેલનો ઉલ્લેખ કરતાં કૃષિમંત્રીશ્રીએ જણાવ્યું હતું કેજ્યારે સરદાર સાહેબે સોમનાથની મુલાકાત કરી એ સમયે સોમનાથ મંદિરનાં જીર્ણશીર્ણ અવશેષો જોઈ સરદાર દ્રવિત થઈ ઉઠ્યા અને સમુદ્ર જળ હાથમાં લઇ સોમનાથનાં પુન: નિર્માણ માટે સંકલ્પ કર્યો હતો અને ૧૧ મે ૧૯૫૧ ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ શ્રી ડૉ. રાજેન્દ્રપ્રસાદજીના કરકમળો દ્વારા સોમનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઇ હતી. જેને તા.૧૧ મેના રોજ ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. તેના ઉપલક્ષમાં આ અમૃત પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.

વડાપ્રધાનશ્રીને આવકારવા માટે સોમનાથમાં અનેકવિધ આયોજનો કરવામાં આવ્યા છે તેની વિગતો તેમણે પત્રકારશ્રીઓને આપી હતી.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કેવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તા. ૧૧ મેના રોજ જામનગરથી સવારે સોમનાથ પધારશે. અહીં હેલિપેડથી વીર હમીરજી સર્કલ સુધી રોડ શો યોજીને જનતાનું અભિવાદન ઝીલશે. માર્ગમાં વિવિધ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરવામાં આવશે.

રોડ શો અંગે વધુ વિગતો આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કેવડાપ્રધાનશ્રી ત્રિવેણી હેલિપેડ થી વીર હમિરજી ગોહિલની પ્રતિમા સુધી ૧ કિલોમીટરનો રોડ શો કરશે. જેમાં ૧૨ જ્યોતિર્લિંગ બેકડ્રોપ સહિત વિવિધ રાજ્યોની સંસ્કૃતિને રજૂ કરતાં નૃત્યો પણ દર્શાવવામાં આવશે.

મંદિર પરિસરના કાર્યક્રમો અંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કેઋષિકુમારો અને આહિર બહેનો પરંપરાગત પહેરવેશમાં વડાપ્રધાનશ્રીનું મંદિર પરિસરમાં રંગેચંગે સ્વાગત કરશે. બંગાળી પરિવારો પણ પરંપરાગત પરિવેશમાં આ અવસરે વડાપ્રધાનશ્રીનું સ્વાગત કરશે. મંદિરમાં વડાપ્રધાનશ્રી દ્વારા કુંભાભિષેકધ્વજ પૂજામહાપુજા કરવામાં આવશે. આ દરમિયાન સૂર્યકિરણ વિમાનનો એર-શૉ અને મંદિર પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવશે.

મંદિર પરિસરના કાર્યક્રમો પછી વડાપ્રધાન શ્રી સદભાવના મેદાન ખાતે જનસભાને સંબોધિત કરશે.

આ રીતેવડાપ્રધાનશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં આસ્થા અને અસ્મિતાના દિવ્ય ૭૫ વર્ષ નિમિત્તે સોમનાથ અમૃત પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેમાં સોમનાથ મંદિર પરિસરમાં અનેક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

વિશ્વભરના શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને રાષ્ટ્રીય આત્મગૌરવનું જીવંત પ્રતિક બનીને ઊભું છે. ત્યારે ‘સોમનાથ અમૃત પર્વ’ની ઉજવણી થકી શ્રદ્ધાળુઓ આદ્યાત્મિક અનુભવ મેળવશે એવી અભિલાષા મંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.

સોમનાથના કાર્યક્રમ બાદ વડાપ્રધાનશ્રી વડોદરા જઈ સરદાર ધામ શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ કરશે.

આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ અને જિલ્લાના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.