Western Times News

Gujarati News

કોણ છે BJPના સૌથી જૂના કાર્યકર જેને શાલ ઓઢાડી PM મોદીએ ચરણ સ્પર્શ કર્યા

PM મોદી, અમિત શાહ અને 20 મુખ્યમંત્રીઓની ઉપસ્થિતિમાં સુવેન્દુએ બંગાળના CM પદના લીધા શપથ

બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા શપથ ગ્રહણ સમારોહ પૂર્વે ભાજપ અને NDA ના વરિષ્ઠ નેતાઓ કોલકાતામાં એકત્રિત થયા હતા,

કોલકાતા, 9 મે 2026: પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ના પ્રથમ મુખ્યમંત્રી બનવા જઈ રહેલા સુવેન્દુ અધિકારીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે કોલકાતા પહોંચ્યા હતા.

કાર્યક્રમમાં સૌથી પહેલા PM મોદીએ મંચ પર રવીન્દ્રનાથ ટાગોરને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી.

પીએમએ મંચ પર ભાજપના 98 વર્ષીય કાર્યકર્તા માખનલાલ સરકારનું સન્માન કર્યું. મંચ પર આવતા જ વડાપ્રધાન સીધા માખનલાલ સરકાર પાસે ગયા, તેમને શાલ ઓઢાડી અને પછી તેમના ચરણ સ્પર્શ કર્યા.

1952ના કાશ્મીર આંદોલન દરમિયાન માખનલાલની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ શ્યામા પ્રસાદ મુખર્જી સાથે ત્રિરંગો ફરકાવવા ગયા હતા. ત્યાર બાદ PM મોદી ફિલ્મ કલાકાર મિથુન ચક્રવર્તીને મળી પીઠ થપથપાવી હતી.

 

બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા શપથ ગ્રહણ સમારોહ પૂર્વે ભાજપ અને NDA ના વરિષ્ઠ નેતાઓ કોલકાતામાં એકત્રિત થયા હતા, જેમાં મુખ્યમંત્રી પટેલની સાથે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ પણ જોડાયા હતા.

અમિત શાહ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને મળ્યા હતા. 

સુનેન્દુ અધિકારીના શપથ ગ્રહણ સમારોહ બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહ્યો છે, વીઆઈપી લોન્જમાં ચા, કોફી, કુકીસ, ગ્રીન સલાડ, અથાણું,, કુલચા, દમ આલુ, પુલાવ, ગુલાબ જામુન જેવી આઈટમો તૈયાર કરાઈ છે.

તાજેતરમાં પૂર્ણ થયેલી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે નિર્ણાયક બહુમતી મેળવ્યા બાદ, શુક્રવારે સુવેન્દુ અધિકારીને ઔપચારિક રીતે ભાજપ વિધાયક દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં ભાજપની પ્રથમ સરકાર બનાવવાનો માર્ગ મોકળો થયો છે. શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, અનેક કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ તથા NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહે તેવી શક્યતા છે.

અમિત શાહે કોલકાતામાં વિધાયક દળની બેઠક બાદ સુવેન્દુ અધિકારીના નામની મુખ્યમંત્રી તરીકે જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી પદ સુધીની અધિકારીની આ સફર મમતા બેનર્જી સામેની બે હાઈ-પ્રોફાઈલ ચૂંટણી જીત બાદ આવી છે, જેણે પશ્ચિમ બંગાળના રાજકારણને નવો વળાંક આપ્યો છે.

2021ની વિધાનસભા ચૂંટણીમાં નંદીગ્રામમાં મમતા બેનર્જીને નજીવા અંતરે હરાવ્યા બાદ, ભાજપના આ નેતાએ 2026ની ચૂંટણીમાં ભવાનીપુર બેઠક પર ફરીથી તેમની સામે વિજય મેળવ્યો છે. તેમણે મમતા બેનર્જીના આ ગઢ ગણાતા વિસ્તારમાં 15,000 થી વધુ મતોથી જીત હાંસલ કરી છે. આ પરિણામ મમતા બેનર્જી માટે મોટો ફટકો માનવામાં આવે છે અને તેનાથી રાજ્યમાં ભાજપના મુખ્ય ચહેરા તરીકે સુવેન્દુ અધિકારીનું સ્થાન મજબૂત થયું છે.

પશ્ચિમ બંગાળમાં ભાજપના આ પ્રદર્શનને “બીજી આઝાદી” ગણાવતા ગુજરાતના કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ શુક્રવારે જણાવ્યું હતું કે, આ પરિણામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસની જનસ્વીકૃતિ દર્શાવે છે. 11 મેના રોજ વડાપ્રધાનની આગામી ગુજરાત મુલાકાત અંગે સોમનાથ સાગર દર્શન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતા મંત્રી વાઘાણીએ કહ્યું હતું કે, “ભારતની આઝાદી પછી બંગાળમાં મળેલી આ જીત બીજી આઝાદી સમાન છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.