Western Times News

Gujarati News

મેઘાલય વિધાનસભાના પ્રતિનિધિ મંડળને ગુજરાતના ગૃહની ભવ્યતા અને અત્યાધુનિક સુવિધાઓથી માહિતગાર કરાયા

મેઘાલય વિધાનસભાની જાહેર હિસાબ સમિતિનો ગુજરાત પ્રવાસ:  13 સભ્યોનું પ્રતિનિધિ મંડળ ગુજરાત વિધાનસભાની મુલાકાતે

    મેઘાલય વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ-PACના કુલ 13 સભ્યોનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ તા. 12 થી 15 મે2026 દરમિયાન ગુજરાતના ચાર દિવસીય અભ્યાસ પ્રવાસે પધાર્યું છે. જે અંતર્ગત આજે તેમણે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાની મુલાકાત કરી હતી. આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત વિધાનસભાની સંસદીય કાર્યપ્રણાલીવહીવટી માળખુંજાહેર હિસાબોની દેખરેખ અને આધુનિક ટેકનોલોજી થકી અપનાવવામાં આવતી શ્રેષ્ઠ પદ્ધતિઓનો અભ્યાસ કરી પરસ્પર અનુભવોનું આદાન-પ્રદાન કરવાનો છે.

    ગુજરાત વિધાનસભાની મુલાકાત દરમિયાન મેઘાલય વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ શ્રીમતી મિયાની ડી. શીરા સહિત સભ્યોના પ્રતિનિધિ મંડળને ગૃહની ભવ્યતા અને અત્યાધુનિક સુવિધાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા.

વિધાનસભાના અધિકારીઓએ તેમને મંત્રીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓની બેઠક વ્યવસ્થાપ્રેસ ગેલેરીવીવીઆઈપી ગેલેરી તેમજ સામાન્ય નાગરિકો માટેની પ્રેક્ષક ગેલેરી વિશે વિગતવાર માહિતી આપી હતી. આ ઉપરાંતધારાસભ્યોના ઉપયોગ માટે કાર્યરત લાઈબ્રેરીની પણ તેમણે મુલાકાત લીધી હતીજ્યાં સંસદીય દસ્તાવેજો અને કાયદાકીય સંદર્ભ ગ્રંથોના સંગ્રહની પ્રશંસા કરવામાં આવી હતી.

     આ મુલાકાતનું મુખ્ય આકર્ષણ ગુજરાત વિધાનસભાની પેપરલેસ‘ કામગીરી અને ડિજિટલ પહેલ રહી હતી. પ્રતિનિધિ મંડળે નેશનલ ઈ-વિધાન એપ્લિકેશન‘ (NeVA) સેવા કેન્દ્રની ખાસ મુલાકાત લીધી હતી.

ટેકનોલોજીના માધ્યમથી વિધાનસભાની તમામ પ્રક્રિયાઓને કઈ રીતે ડિજિટાઈઝ કરવામાં આવી છે અને તેનાથી કામગીરીમાં કેવી રીતે પારદર્શિતા અને ઝડપ આવી છેતે અંગે અધિકારીઓએ મેઘાલયના સભ્યોને પ્રત્યક્ષ નિર્દેશન આપ્યું હતું. ઈ-ગવર્નન્સ ક્ષેત્રે ગુજરાતના આ મોડેલને પ્રતિનિધિ મંડળે ખૂબ જ પ્રભાવશાળી ગણાવ્યું હતું.

આ ચાર દિવસીય પ્રવાસ દરમિયાન સમિતિના સભ્યો ગુજરાતમાં અમૂલ ડેરીઆણંદ સહિત અન્ય વિકાસલક્ષી પ્રકલ્પોની પણ મુલાકાત લેશેજે બંને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધોને વધુ મજબૂત બનાવશે.

     આ પ્રસંગે મેઘાલય વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ સહિત સભ્ય સર્વે ડૉ. સેલેસ્ટાઈન લિંગડોહશ્રી ગેવિન એમ. માયલીમશ્રી રૂપા એમ. મારકશ્રી રુપર્ટ મોમીનશ્રી પોલ લિંગડોહ તેમજ 07 વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. જ્યારે ગુજરાત વિધાનસભા તરફથી સંયુક્ત સચિવ શ્રી રીટાબેન મહેતાનાયબ સચિવ શ્રી દિનેશ ચૌધરીઉપ સચિવ શ્રી ચિરાગ પટેલસેકશન ઓફિસર શ્રી ધ્રુવ પટેલ સહિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.