“એએમએઝિંગ ચિલ્ડ્રન્સ બુક ફેર”નું ૧૪થી ૧૭ મે ૨૦૨૬ દરમિયાન AMA દ્રારા આયોજન
ઉદ્ઘાટન: ગુરુવાર, ૧૪ મે, ૨૦૨૬ના રોજ સાંજે ૫:૦૦થી ૬:૩૦ વાગ્યા સુધી પ્રવેશ: ઓપન / બધા માટે સ્થળ: અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા અમદાવાદ બુક ક્લબ, બુક બગ્સ અને માતૃભાષા અભિયાનના સહયોગથી ગુરુવાર, ૧૪ મેથી રવિવાર, ૧૭ મે ૨૦૨૬ દરમિયાન “એએમએઝિંગ ચિલ્ડ્રન્સ બુક ફેર”નું આયોજન કરવામાં આવ્યું છે. આ ચિલ્ડ્રન્સ બુક ફેરનો ઉદ્દેશ્ય બાળકો અને યુવાનો (પાંચથી અઢાર વર્ષના)માં વાંચન પ્રત્યે આજીવન પ્રેમ કેળવવાનો છે, જેમાં અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ભાષામાં વૈવિધ્યસભર ગ્રંથસંગ્રહ પ્રદર્શિત કરવામાં આવશે.
આ ચિલ્ડ્રન્સ બુક ફેરનું ઉદ્ઘાટન શ્રી અર્ચિત ભટ્ટ (મેનેજિંગ ડિરેક્ટર, ત્રિપદા ગ્રુપ ઓફ સ્કૂલ્સ); શ્રી દિલીપ સુરકર (એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, વિક્રમ એ. સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અને ડિરેક્ટર, વિકસેટ અમદાવાદ); શ્રી જયા આર્ય (પ્રમુખ, અમદાવાદ બુક ક્લબ; ડિરેક્ટર-એડ્યુટેસ્ટ સોલ્યુશન્સ; સહ-સ્થાપક – બુક બગ્સ) અને શ્રી ત્રિલોક સંઘાણી (પ્રમુખ, ગુજરાતી બુક ક્લબ;
નિવૃત્ત આસિસ્ટન્ટ ડિરેક્ટર (પી) આઈબીપીએસ; આકાશવાણી અમદાવાદ – પ્રોગ્રામ હેડ) દ્રારા કરવામાં આવશે. ઉદ્ઘાટન બાદ, ચિલ્ડ્રન્સ બુક ફેર શુક્રવાર, મે ૧૫થી રવિવાર, ૧૭ મે ૨૦૨૬ દરમિયાન સવારે ૧૧:૦૦થી સાંજના ૭:૦૦ વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. પ્રવેશ નિઃશુલ્ક છે અને ચિલ્ડ્રન્સ બુક ફેર તમામ માટે ખુલ્લો છે.
રવિવારના વિશેષ કાર્યક્રમો
ચિલ્ડ્રન્સ બુક ફેરમાં રવિવાર, ૧૭ મે ૨૦૨૬ના રોજ “બિયોન્ડ ધ બુક” અંતર્ગત બે વિશેષ કાર્યક્રમો યોજાશે. સવારના કાર્યકમમાં લેખિકા અને સંચાલક શ્રી પ્રિયા નારાયણન, રવિવાર ૧૭ મે ૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦થી બપોરે ૧૨:૩૦ દરમિયાન “ડેમન્સ એન્ડ ડેમનેસિસ ઓફ હિન્દુ માયથોલોજી”માંથી વાંચન કરશે, ત્યારબાદ બાળકો સાથે સંવાદાત્મક પ્રવૃત્તિઓ યોજાશે.
સાંજના કાર્યક્રમમાં “દાદા-દાદીનો ઓટલો” કાર્યક્રમ અંતર્ગત સાંજે ૫:૦૦થી ૭:૦૦ વાગ્યા દરમિયાન ગુજરાતી મૌખિક પરંપરાઓની ઉજવણીના ભાગરૂપે જાણીતા સંચાલકો શ્રી આશા ભટ્ટ, શ્રી પ્રશાંત રાવલ અને શ્રી જ્યોતિ અમરેલિયા બાળકોને (૬-૧૫ વર્ષની વયના) બાળ-ભવાઈ, પંચતંત્રની વાર્તાઓ અને પરંપરાગત અભિનય ગીતો સાથે જોડશે.
