Western Times News

Gujarati News

નેધરલેન્ડની સૌથી મોટી ચિપ મેકિંગ કંપની સાથે ભારતની મોટી ડીલઃ ચીનના પેટમાં તેલ રેડાયું

પ્રધાનમંત્રી મોદીની નેધરલેન્ડની યાત્રાએ ભારત માટે નવા દ્વાર ખોલ્યા

નેધરલેન્ડ્‌સની સેમિકન્ડક્ટર કંપની સાથે ભારતની મેગા ડીલ-ભારતે ટેકનોલોજીના મામલે સુપરપાવર ગણાતા નેધરલેન્ડ સાથે સેમિકન્ડક્ટર (ચિપ) સેક્ટરમાં એક મોટો અને ઐતિહાસિક કરાર કર્યો છે

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પાંચ દેશોના પ્રવાસના બીજા દિવસે નેધરલેન્ડ પહોંચ્યા છે. ૯ વર્ષ બાદ આ યુરોપીય દેશની મુલાકાતે ગયેલા પીએમ મોદીએ એક એવો મોટો દાવ ખેલ્યો છે, જેનાથી ચીનની ચિંતામાં જોરદાર વધારો થવાનો નક્કી છે. ભારતે ટેકનોલોજીના મામલે સુપરપાવર ગણાતા નેધરલેન્ડ સાથે સેમિકન્ડક્ટર (ચિપ) સેક્ટરમાં એક મોટો અને ઐતિહાસિક કરાર કર્યો છે. હવે ભારત અને નેધરલેન્ડ મળીને ભારતમાં ચિપ મેકિંગના સપનાને નવી પાંખો આપશે.

Prime Minister Rob Jetten and I witnessed the signing of the MoU between Tata and ASML for advancing the semiconductor manufacturing ecosystem in India. ASML will support the setting up and scaling of Tata Electronics’ upcoming semiconductor facility in Dholera, Gujarat. India’s strides in the world of semiconductors offers immense opportunities for the youth of our nation. This is a sector in which we will keep adding vigour in the times to come.

ભારત લાંબા સમયથી ગ્લોબલ ચિપ મેન્યુફેક્ચરિંગ હબ બનવા માંગે છે. હવે આ સપનું નેધરલેન્ડની સૌથી મોટી ચિપ મેકિંગ કંપની ASMLસાથે મળીને પૂરું થશે. આ કંપનીની તાકાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, ASML દુનિયાની એકમાત્ર એવી કંપની છે જે એડવાન્સ ચિપ્સ બનાવવા માટે જરૂરી લિથોગ્રાફી મશીનો બનાવે છે. આ મશીન વગર તાઇવાન કે અમેરિકા જેવા દેશો પણ એડવાન્સ ચિપ બનાવી શકતા નથી.

ડચ કંપની છજીસ્ન્ અને ભારતની ટાટા ઇલેક્ટ્રોનિક્સ વચ્ચે આ અંગે MoU સાઇન થયા છે. આ કરાર હેઠળ ટાટા ગ્રુપ ગુજરાતના ધોલેરામાં ચિપ પ્રોડક્શન માટે રૂ. ૯૧,૦૦૦ કરોડનું રોકાણ કરી રહ્યું છે. ટાટા આ પ્લાન્ટ તાઇવાનની ‘પાવરચિપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન’ સાથે મળીને લગાવી રહ્યું છે. હવે ડચ કંપની છજીસ્ન્ આ પ્લાન્ટમાં એડવાન્સ લિથોગ્રાફી કમ્પોનન્ટ્‌સ પુરા પાડશે. સેમિકન્ડક્ટર બનાવવાની પ્રક્રિયામાં લિથોગ્રાફી સૌથી જટિલ અને ખર્ચાળ કામ ગણાય છે.

છજીસ્ન્ કંપની ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સના આગામી ૩૦૦ (૧૨ ઇંચ) સેમિકન્ડક્ટર પ્રોડક્શનમાં ટેકનિકલ મદદ કરશે. અહીં બનનારી ચિપ્સ વૈશ્વિક સ્તરે ઓટોમોબાઈલ, મોબાઈલ ડિવાઈસીસ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની જરૂરિયાતો પૂરી કરશે.

હાલમાં વૈશ્વિક ચિપ માર્કેટ પર ચીનનો દબદબો છે અને તે પોતાની આ મોનોપોલીનો ઉપયોગ અવારનવાર નિકાસ પર પ્રતિબંધ મૂકીને દાદાગીરી કરવા માટે કરે છે. પરંતુ ભારતની આ એન્ટ્રીથી ચીનના એકાધિકારને સીધો પડકાર મળશે. ભારત જેવા મજબૂત દેશના આ સેક્ટરમાં આવવાથી ચીનનું વર્ચસ્વ ઘટશે.

અમેરિકા અને ચીન વચ્ચેના તણાવને કારણે દુનિયાભરની ટેક કંપનીઓ ચીનના વિકલ્પ તરીકે ભારત તરફ જોઈ રહી છે. આ ડીલ ભારતને ચિપ મેકિંગમાં આત્મનિર્ભર બનાવવાની સાથે એક મોટો નિકાસકાર પણ બનાવશે. પીએમ મોદીના આ પ્રવાસ દરમિયાન ભારત-FTU (મુક્ત વ્યાપાર કરાર) વહેલી તકે લાગુ કરવા, ગ્રીન હાઇડ્રોજન, મેરીટાઇમ (સમુદ્રી ક્ષેત્ર), રિન્યુએબલ એનર્જી, ડિજિટલ ટેકનોલોજી, અને હેલ્થકેર જેવા ક્ષેત્રોમાં ડચ રોકાણ વધારવા અંગે પણ સકારાત્મક ચર્ચા થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.