Western Times News

Gujarati News

આધેડ ઉંમરની મહિલાએ કયા કારણસર 7 મા માળેથી પડતું મુક્યું?

પ્રતિકાત્મક

સેટેલાઈટમાં મહિલાએ ૭માં માળેથી પડતું મૂક્યું

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં મન વિચલિત કરે તેવી ઘટના સામે આવી છે, જ્યાં એક ૪૮ વર્ષીય મહિલાએ રહેણાંક ટાવરના સાતમા માળેથી કૂદીને મોત વ્હાલું કરી લીધું છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક મહિલા છેલ્લા ઘણા સમયથી માનસિક બીમારીથી પીડાતી હતી. પોલીસે ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ પણ રિકવર કરી છે, જેમાં મહિલાએ પોતાના મોત માટે કોઈને જવાબદાર ન ગણાવ્યા હોવાનું લખ્યું છે. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

માનસિક રીતે બીમાર હતી, ૭માં માળેથી ચંપલ મળ્યા ‘વીરા તલાવડી બાજુ રહેતી આશરે ૪૫થી ૫૦ વર્ષની એક આધેડ ઉંમરની નીમા ઉર્ફે શર્મિલ ધ્રુવભાઈ દવે નામની મહિલાએ શુભ દર્શન ફ્‌લેટના સાતમા માળેથી કૂદીને આપઘાત કર્યો છે. અમને સાતમા માળેથી તેના ચંપલ પણ મળી આવ્યા છે. આ મહિલા માનસિક રીતે બીમાર હતી અને એક સુસાઈડ નોટ પણ લખીને ગઈ છે,

જેમાં તેણે સ્પષ્ટ લખ્યું છે કે તેના મોત માટે તેનો પરિવાર કે પતિ કોઈ પણ જવાબદાર નથી, પણ તે કંટાળીને સુસાઈડ કરી રહી છે. હમણાં જ તેના પતિ તેના બીમારીના કેસ પેપર લઈને અહીં આવ્યા છે.’ શુભ દર્શન ફ્‌લેટમાં આવી જ કેમ આ પગલું ભર્યું તે અંગે તપાસ! તેમણે વધુમાં જણાવ્યું કે, આ મહિલા ખરેખર આનંદનગરની હદમાં રહેતી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.