Western Times News

Gujarati News

શસ્ત્રોથી કોઈ સમસ્યા નહીં ઉકેલાય, સંવાદ જરૂરીઃ ભારત-નોર્વેનો એક સૂર

તમામ યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં સમસ્યા ઉકેલવાના તમામ પ્રયાસોને બંને દેશનું સમર્થન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાંચ દેશની મુલાકાત દરમિયાન સ્વીડન સાથે દ્વિપક્ષી સંબંધો સુદૃઢ બનાવવા સંયુક્ત એક્શન પ્લાન (૨૦૨૬-૩૦) જાહેર થયો હતો

ઓસલો,વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નોર્વેના વડાપ્રધાન જોનાસ ગર સ્ટોર વચ્ચે વિવિધ મુદ્દાઓ પર વાટાઘાટો દરમિયાન યુક્રેન અને પશ્ચિમ એશિયામાં તણાવને ઉકેલવા આહવાન થયું હતું. બંને દેશના નેતાઓએ એકસૂરે જણાવ્યું હતું કે, શસ્ત્રોથી કોઈ સમસ્યાનો ઉકેલ આવી શકે નહીં. સંવાદ અને રાજદ્વારી પ્રયાસો થકી સમાધાન શોધાવું જોઈએ. યુરોપીયન દેશો સાથે થયેલા ૧૦૦ અબજ ડોલરના કરારનું સ્મરણ કરી વડાપ્રધાન મોદીએ આ સમયને ભારત-યુરોપ સંબંધોનો સુવર્ણ યુગ ગણાવ્યો હતો.

નોર્વે પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી અને સ્ટોર વચ્ચે ક્લીન એનર્જી, પર્યાવરણ જાળવણી, બ્લ્યૂ ઈકોનોમી, ગ્રીન શિપિંગ, ડિજિટલ ટેકનોલોજી, સ્પેસ અને આર્કટિક રીસર્ચ સહિત વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધાવા મંત્રણા થઈ હતી. મંત્રણા બાદ એક નિવેદનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, નોર્વે અને ભારત બંને માને છે કે, કાયદા આધારિત વ્યવસ્થા જ હોવી જોઈએ અને સંવાદ-રાજદ્વારી પ્રયાસોને અગ્રતા મળવી જોઈએ. કોઈ પણ મુદ્દાને સૈન્ય ઘર્ષણથી ઉકેલી શકાય નહીં. યુક્રેન કે પશ્ચિમ એશિયા સહિત દરેક તણાવના ઉકેલમાં સહકાર આપવા માટે બંને દેશ કટિબદ્ધ છે.

સંઘર્ષનો અંત લાવવા અને શાંતિ સ્થાપવાના દરેક પ્રયાસને બંને દેશનું સમર્થન છે. ભારત-નોર્વેના સંબંધો નવી ઊંચાઈએ પહોંચ્યા હોવાનું જણાવીને મોદીએ તેને ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ગણાવ્યા હતા. ભારતની ઝડપ, ટેલેન્ટ અને સ્કેલની સાથે નોર્વેની ટેકનોલોજી અને કેપિટલના સમન્વયથીબંને દેશ પાર્ટનરશિપમાં ક્લીન એનર્જીથી માંડી ક્લાઈમેટ રેસિલિયન્સથી અને બ્લ્યૂ ઈકોનોમીથી માંડી ગ્રી શિપિંગ સુધીના ગ્લોબલ સોલ્યુશન્સ આપશે. ભારત-યુરોપના સંબંધો માટે વર્તમાન સમયને સુવર્ણ યુગ ગણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, યુરોપના દેશો ભારતમાં ૧૦૦ અબજ ડોલરનું રોકાણ કરવાના છે.

તેનાથી આગામી ૧૫ વર્ષમાં લાખો રોજગારીનું સર્જન થશે. ગત વર્ષે નોર્વે મુલાકાતનું આયોજન થયુ હતું, પરંતુ પહેલગામમાં આતંકવાદી હુમલાના પગલે આ મુલાકાત મોકૂફ રહી હતી. કપરા સમયમાં નોર્વેએ ભારતની સાથે રહી આતંકવાદનો વિરોધ કર્યાે હતો અને મજબૂત મિત્રતા દર્શાવી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાંચ દેશની મુલાકાત દરમિયાન સ્વીડન સાથે દ્વિપક્ષી સંબંધો સુદૃઢ બનાવવા સંયુક્ત એક્શન પ્લાન (૨૦૨૬-૩૦) જાહેર થયો હતો. જેમાં નેક્સ્ટ જનરેશન ઈકોનોમિક પાર્ટનરશિપને ઈમ‹જગ ટેકનોલોજી અને ટ્રસ્ટેડ કનેક્ટિવિટી સાથે આગળ વધારવા અને ઈન્ડિયા-સ્વીડન જોઈન્ટ ઈનોવેશન પાર્ટનરશિપ ૨.૦ શરૂ કરવા સંમતિ સધાઈ હતી.

તેમાં AI, 6G, ક્વોન્ટમ કમ્પ્યૂટિંગ, સ્પેસ અને લાઈફ સાયન્સ જેવા વિવિધ ક્ષેત્રો આવરી લેવાશે. બંને દેશે નક્કી કરેલા છ મુદ્દામાં રીન્યૂએબલ એનર્જી બેટરી-એનર્જી સ્ટોરેજ ક્ષેત્રે સાથે કામ કરવા અને ઈન્ડિયા-સ્વીડન ટેકનોલોજી એન્ડ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કોરિડોર સ્થાપવા સંમતિ સધાઈ હતી. ફ્યુચર ઓરિએન્ટેડ AI પાર્ટનરશિપ સુદૃઢ બનાવવા અને સ્ટાર્ટ અપ રિસર્ચને પ્રોત્સાહન આપવા બંને દેશ સંમત થયા હતા. આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષી વેપાર બમણો કરવા અને મેક ઈન ઈન્ડિયા અભિયાનમાં રોકાણ કરવા સ્વીડને સંમતિ દર્શાવી હતી. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.