Western Times News

Gujarati News

પાકિસ્તાને યુદ્ધમાં ઝુકાવ્યુંઃ સાઉદીમાં સૈન્ય અને ફાઈટર જેટ્‌સ તૈનાત કર્યાં

પ્રતિકાત્મક

ગત વર્ષે પાકિસ્તાન અને સાઉદી વચ્ચે સંરક્ષણ સંધિ થઈ હતી

અમેરિકાના સૈન્ય મથકો સાઉદીમાં આવેલા છે અને યુએસ-સાઉદીની આ નિકટતાના પગલે જ ઈરાને સંખ્યાબંધ હુમલા કર્યાં

ઇસ્લામાબાદ, ઈરાન-યુએસ યુદ્ધમાં મુખ્ય મધ્યસ્થી બની રહેલા પાકિસ્તાને અમેરિકાના ખાસ સાથી સાઉદી અરેબિયાની તરફેણમાં ઈરાન સામે મોરચો માંડ્યો છે. ઈરાનના હુમલાઓનો જવાબ આપવા પાકિસ્તાને સાઉદીમાં ૮,૦૦૦ સૈનિકો, ફાઈટર જેટ્‌સની સ્કવોડ્રન અને એર ડિફેન્સ સીસટમ તૈનાત કર્યા છે. પાકિસ્તાન અને સાઉદી વચ્ચે સંરક્ષણ સંધિ થયેલી હોવાથી પાકિસ્તાને સાઉદીનો પક્ષ લીધો છે. અમેરિકાના સૈન્ય મથકો સાઉદીમાં આવેલા છે અને યુએસ-સાઉદીની આ નિકટતાના પગલે જ ઈરાને સંખ્યાબંધ હુમલા કરેલા છે.

ગત વર્ષે પાકિસ્તાન અને સાઉદી વચ્ચે સંરક્ષણ સંધિ થયેલી હતી. આ સંધિની તમામ શરતો બહાર આવી નથી, પરંતુ બંને દેશોએ કોઈ હુમલો થાય તો એકબીજાના બચાવમાં ઉતરવાના કરાર કરેલા હતા. પાકિસ્તાને આ સંધિ અન્વયે ૧૬ જેટલા એરક્રાફ્ટ સાઉદીમાં તૈનાત કરેલા છે. જેમાં મુખ્યત્વે ચીનના સહકારથી વિકસાવવામાં આવેલા JF-17નો સમાવેશ થાય છે. પાકિસ્તાને આ ફાઈટર જેટ્‌સ એપ્રિલ મહિનામાં મોકલ્યા હતા.

પાકિસ્તાન તરફથી સાઉદીમાં ડ્રોનની બે સ્કવોડ્રન અને ૮,૦૦૦ સૈનિકો પણ તૈનાત કરાયા છે. ચીનની HQ-9 એર ડિફેન્સ સીસ્ટમ પણ પાકિસ્તાને સાઉદીમાં મોકલી છે. પાકિસ્તાની સૈન્ય સાઉદીમાં ઈરાન સામે મોરચો માંડીને બેઠેલું છે અને બીજી બાજુ મધ્યસ્થી માટે પણ પ્રયાસ કરી રહ્યું છે. યુદ્ધની સ્થિતિમાં જરૂર પડ્યે પાકિસ્તાની સૈનિકો અને શસ્ત્રો ઈરાન પર હુમલા માટે પણ સજ્જ હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતું.પહોંચી છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.