Western Times News

Gujarati News

PPL ક્રિકેટ ટૂર્નામેન્ટ 2026 – “જેઠા કે જાંબાજ” ટીમ બની ચેમ્પિયન

અમદાવાદ, અમદાવાદ ઈસ્ટ વિડિયો ફોટોગ્રાફર્સ એસોસિએશન (AEVPA) દ્વારા આયોજિત PPL ક્રિકેટ ટૂર્નામેન્ટ 2026નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં “જેઠા કે જબાજ” ટીમે શાનદાર રમત પ્રદર્શન કરીને ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.

PPL ક્રિકેટ ટૂર્નામેન્ટ 2026માં 12 ટીમોએ ભાગ લીધો હતો. ટેનીસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ સમર્પણ ક્રિકેટ ગ્રાઉન્ડ, સોનરડા ખાતે વાત્રીકા ફિલ્મસીટીમાં યોજાઈ હતી. આ ટીમના ઓનર ધાર્મિક ગજ્જર અને અન્ય ખેલાડીઓએ KPA ટીમને ફાઈનલમાં ટક્કર આપી હતી.

ટૂર્નામેન્ટમાં અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાંથી વિવિધ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર સ્પર્ધા દરમિયાન ખેલાડીઓએ ઉત્તમ રમત, ટીમ સ્પિરિટ અને ખેલદિલીનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ફાઇનલ મુકાબલો ખાસ કરીને ખૂબ જ રોમાંચક રહ્યો હતો, જેમાં “જેઠા કે જાંબાજ” ટીમે બેટિંગ અને બોલિંગ બંને વિભાગોમાં મજબૂત દેખાવ કરીને જીત હાંસલ કરી હતી.

AEVPAના હોદ્દેદારો અને સભ્યોએ સમગ્ર ટૂર્નામેન્ટનું આયોજન ખૂબ જ સુવ્યવસ્થિત રીતે સંભાળ્યું હતું. ખેલાડીઓ તેમજ ઉપસ્થિત દર્શકો માટે ખાસ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર કાર્યક્રમ સફળ અને યાદગાર બન્યો હતો.

ટૂર્નામેન્ટ પૂર્ણ થયા બાદ વિજેતા ટીમને ટ્રોફી અને સન્માન આપવામાં આવ્યું હતું. આયોજક મંડળ દ્વારા તમામ ટીમો, સહયોગીઓ, સ્પોન્સર્સ અને ક્રિકેટપ્રેમી દર્શકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

“જેઠા કે જાંબાજ” ટીમની આ સિદ્ધિ માત્ર ટીમ માટે જ નહીં પરંતુ સમગ્ર અમદાવાદ ઈસ્ટ વિડિયો ફોટોગ્રાફર્સ એસોસિએશન માટે ગૌરવની ક્ષણ બની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.