BSNLએ ફરી એકવાર ખાનગી ટેલિકોમ કંપનીઓની ચિંતા વધારી: લોન્ચ કર્યો જબરજસ્ત પ્લાન
યુઝર્સને ફક્ત ૫૧ રૂપિયામાં ૨૮ દિવસની વેલિડિટી આપવામાં આવે છે.-યુઝર્સને દૈનિક 2GB ડેટા અને ૧૦૦ ફ્રી SMS મળે છે
નવી દિલ્હી, BSNLએ ફરી એકવાર ખાનગી ટેલિકોમ કંપનીઓની ચિતા વધારી દીધી છે. ભારત સંચાર નિગમ લિમિટેડે ૨૮ દિવસની વેલિડિટી સાથેનો એક સસ્તો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન હેઠળ યુઝર્સને અનલિમિટેડ કોલિગ અને ડેટા સહિત અનેક બેનિફિટ્સ મળે છે. ભારત સંચાર નિગમ લિમિટેડનો આ બજેટ ફ્રેંડલી પ્લાન ખાસ કરીને કંપનીના નેટવર્કમાં જોડાવા માંગતા યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવ્યો છે.
BSNL Freedom Offer at just ₹51/- and enjoy: * Daily 2GB Data/ Day * 100 SMS/ Day * FREE BSNL SIM * 28 Days Validity * Unlimited Calling
BSNLએ તેના સત્તાવાર X હેન્ડલ દ્વારા આ નવા રિચાર્જ પ્લાનની જાહેરાત કરી. આ ઓફર હેઠળ યુઝર્સને ફક્ત ૫૧ રૂપિયામાં ૨૮ દિવસની વેલિડિટી આપવામાં આવે છે. આ પ્લાનમાં સમાવિષ્ટ ફાયદાઓની વાત કરીએ તો, યુઝર્સ સમગ્ર ૨૮ દિવસના સમયગાળા માટે ભારતભરમાં અમર્યાદિત કોલિગ ફ્રી નેશનલ રોમિગ સાથેનો આનંદ માણી સકે છે. વધુમાં આ પ્લાન પસંદ કરનારા યુઝર્સને એક નવું સિમ કાર્ડ સંપૂર્ણપણે મફત મળશે.
BSNLના નવા રૂ.૫૧ પ્લાનમાં ઓફર કરવામાં આવતા અન્ય ફાયદાઓની વાત કરીએ તો યુઝર્સને દૈનિક 2GB ડેટા અને ૧૦૦ ફ્રી SMS મળે છે. BSNLનો આ પ્રીપેડ રિચાર્જ પ્લાન ૨૨ મેથી ૩૦ જૂન, ૨૦૨૬ સુધી માન્ય છે. BSNLએ આ પ્લાનને ઝડપથી નવા સબ્સ્ક્રાઇબર્સ મેળવવાની વ્યૂહરચના તરીકે લોન્ચ કર્યો છે. આ પહેલા કંપનીએ ગયા વર્ષે તેની ફ્રીડમ ઓફરના ભાગરૂપે ૧ રૂપિયાનો પ્લાન પણ લોન્ચ કર્યો હતો.
ભારત સંચાર નિગમ લિમિટેડે ખાસ કરીને નવા યુઝર્સ માટે પણ તે પ્લાન લોન્ચ કર્યો હતો. તે ઓફર હેઠળ યુઝર્સને ફક્ત રૂ.૧માં સંપૂર્ણ ૩૦ દિવસની વેલિડિટી આપવામાં આવી હતી. તે યુઝર્સને સમગ્ર ભારતમાં અમર્યાદિત મફત કોલિગ અને નેશનલ રોમિગનો ફાયદો આપે છે. વધુમાં, યુઝર્સને દરરોજ 2GB હાઇ-સ્પીડ ડેટા અને ૧૦૦ ફ્રી SMS મળે છે
