Western Times News

Gujarati News

ધોરણ 9 પાસથી લઈને ગ્રેજ્યુએટ-ITI પાસ યુવાનો માટે રોજગારી મેળવવાની સુવર્ણ તક

AI Image

અમદાવાદના અસારવા ખાતે તા. 26 મેના રોજ રોજગાર ભરતી મેળામાં 100થી વધુ વેકેન્સી માટે અગ્રગણ્ય કંપનીઓ લેશે ઇન્ટરવ્યૂ
રોજગાર ભરતી મેળામાં સર્વિસ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોજગારી મેળવી શકાશે- જેમાં સ્ટુડન્ટ સર્વિસ ઓફિસર, સર્વિસ સપોર્ટ એક્ઝિક્યુટિવ, એકેડેમિક મેન્ટર, ફિલ્ડ એક્ઝિક્યુટિવ, ફિટર, વેલ્ડર, ટેકનિશિયન અને ઓપરેટર જેવી વિવિધ અનેક મહત્વની જગ્યાઓ માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
અમદાવાદ, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામકશ્રી રોજગાર અને તાલીમના તાબા હેઠળની મદદનીશ નિયામક રોજગારની કચેરી, અમદાવાદ દ્વારા આગામી તા. 26 મે, 2026ને મંગળવારના રોજ સવારે 11:00 કલાકે અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, શાહીબાગ ખાતે એક ભવ્ય રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ જિલ્લામાં કાર્યરત અને નામાંકિત એવી અગ્રગણ્ય કંપનીઓ આ મેળામાં ઉપસ્થિત રહીને રોજગારીની ઉત્તમ તકો પૂરી પાડશે. આ ભરતી મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક સ્તરે લાયકાત ધરાવતા યુવાનોને સીધી રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાનો છે.
આ રોજગાર ભરતી મેળામાં સર્વિસ સેક્ટર તેમજ મેન્યુફેક્ચરિંગ સેક્ટર સહિતના વિવિધ ક્ષેત્રોની 04થી વધુ નામાંકિત કંપનીઓ સ્થળ પર જ ઉમેદવારોના રૂબરૂ ઇન્ટરવ્યૂ લેવા માટે ઉપસ્થિત રહેશે. આ કંપનીઓ દ્વારા 100થી વધારે ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં સ્ટુડન્ટ સર્વિસ ઓફિસર, સર્વિસ સપોર્ટ એક્ઝિક્યુટિવ, એકેડેમિક મેન્ટર, ફિલ્ડ એક્ઝિક્યુટિવ, ફિટર, વેલ્ડર, ટેકનિશિયન અને ઓપરેટર જેવી વિવિધ અનેક મહત્વની જગ્યાઓ માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
અમદાવાદ જિલ્લાની મદદનીશ નિયામક રોજગારની કચેરી દ્વારા જણાવ્યા અનુસાર, ધોરણ 09 પાસ, 10 પાસ, 12 પાસ, કોઈપણ વિદ્યાશાખાના ગ્રેજ્યુએટ તેમજ આઈ.ટી.આઈ. (ITI) અને ડિપ્લોમા જેવી શૈક્ષણિક તથા ટેકનિકલ લાયકાત ધરાવતા તમામ ઉત્સુક ઉમેદવારો આ ભરતી મેળામાં ભાગ લઈ શકે છે.
નોકરી મેળવવા ઈચ્છતા તમામ લાયક ઉમેદવારોએ પોતાના જરૂરી શૈક્ષણિક દસ્તાવેજો અને બાયોડેટાની નકલો સાથે નિયત સમયે અને સ્થળે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા મદદનીશ નિયામક રોજગારની કચેરી, અમદાવાદ દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.