10 કોચવાળી હાઈડ્રોજન ટ્રેન જીંદ અને સોનીપત વચ્ચે ચલાવવામાં આવશે
દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને રેલવે બોર્ડની મંજૂરી-ટ્રેનથી પ્રદૂષણ ઓછું થશે એટલું જ નહીં પરંતુ ડીઝલનો ખર્ચ પણ બચશે.
નવી દિલ્હી, દેશની પહેલી હાઈડ્રોજન ટ્રેનને ભારતના રેલવે બોર્ડ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. તે સાથે પર્યાવરણલક્ષી, ભવિષ્યલક્ષી, સસ્તી અને ઝડપી રેલવે સેવા માટેનો માર્ગ મોકળો થયો છે. રેલવે બોર્ડે દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને મંજૂરી આપી દીધી છે. ૧૦ કોચવાળી આ ટ્રેન જીંદ અને સોનીપત વચ્ચે ચલાવવામાં આવશે. આ
India’s First Indigenous Hydrogen Train Gets Green Light – All Aboard a Cleaner Future. India’s Railway Board has approved a 10‑coach, hydrogen-powered train for regular service after successful trial runs safely hit speeds up to 75 km/h.
રેલ મંત્રાલયે જે હાઇડ્રોજનથી ચાલતી પ્રથમ ટ્રેનને લીલી ઝંડી આપી દીધી છે તે ડીઈએમયુ (ડિઝલ-ઈલેક્ટ્રીક મલ્ટીપલ યુનિટ) ટ્રેન પ્રતિકલાક ૭૫ કિલોમીટરની ઝડપે દોડશે. આ ટ્રેનનું સંચાલન ઉત્તર રેલવે ક્ષેત્રના જીંદ અને સોનીપત વચ્ચે કરવામાં આવશે. ડીઝલ એન્જિનવાળી ટ્રેનોની સરખામણીમાં આ ટ્રેન બિલકુલ પ્રદૂષણ નહીં ફેલાવે અને પર્યાવરણ માટે વધુ સુરક્ષિત તેમજ ટકાઉ છે.
આ ઉપરાંત, હાઇડ્રોજન ટ્રેન વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ અને દરરોજ મુસાફરી કરતા લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. દેશની આ પ્રથમ હાઇડ્રોજન ટ્રેનમાં ૧૦ કોચ હશે અને તે બ્રોડગેજ ટ્રેક પર દોડશે. આ ટ્રેન ખૂબ જ શાંતિથી ચાલશે, જેથી મુસાફરોને એકદમ આરામદાયક સફરનો અનુભવ મળશે. ટ્રેનમાં બે પાવર કાર છે, જેમાંથી દરેકની ક્ષમતા ૧૨૦૦-૧૨૦૦ કિલોવોટ છે, એટલે કે એકંદરે આ ટ્રેનને ૨૪૦૦ કિલોવોટની તાકાત મળે છે. તેની સાથે ૮ પેસેન્જર કોચ જોડવામાં આવ્યા છે.
આ સંપૂર્ણપણે પર્યાવરણને અનુકૂળ (ઇકો-ફ્રેન્ડલી) ટ્રેન છે. તેનાથી કોઈ પ્રદૂષણ થતું નથી અને સાયલન્સરમાંથી માત્ર પાણીની વરાળ જ બહાર નીકળે છે. હાઇડ્રોજન ટ્રેન કોઈપણ પ્રકારના ડીઝલ કે વીજળીના સીધા વપરાશ વિના ચાલશે. આ ટ્રેન હાઇડ્રોજન ફ્યુઅલ સેલનો ઉપયોગ કરશે, જેનાથી વીજળી ઉત્પન્ન થશે.
