Western Times News

Gujarati News

મલેશિયાના વડાપ્રધાને અચાનક રાજીનામું આપ્યું

કુઆલાલંપુરઃ મલેશિયામાં વડાપ્રધાન મહાતિર મોહમ્મદે અચાનક રાજીનામું આપતા અહીં રાજકીય સંકટ ઊભું થયું છે. મલેશિયાના વડાપ્રધાન કાર્યાલય તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘રાજકીય વિરોધીઓ તરફથી સરકાર પાડવાના પ્રયત્નો વચ્ચે વડાપ્રધાને પોતાનું રાજીનામું રાજાને સોંપી દીધું છે. મહાતતિર મે, 2018માં વડાપ્રધાન બન્યા હતા. મહત્વનું છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અને મહાતિર વચ્ચે ગાઢ મિત્રતા છે. મતાહિરે કાશ્મીરના મુદ્દા પર પાકિસ્તાનનું સમર્થન કર્યું હતું. ત્યારબાદ ભારત અને મલેશિયા વચ્ચે સંબંધોમાં તણાવ ઊભો થયો હતો. ભારતે મલેશિયાથી પામ ઓયલની આયાતમાં ઘટાડો કરી દીધો હતો.’

સમાચાર એજન્સી રોયટર્સ પ્રમાણે મહાતિરની પાર્ટી બેરાસ્તુએ સંયુક્ત સરકારના ગઠબંધનને છોડી દીધું છે. જેથી તેમણે રાજીનામું આપવું પડ્યું છે. વિશ્વના સૌથી વયોવૃદ્ધ નેતા, 94 વર્ષના મહાતિરે તેના રાજકીય વિરોધીઓ દ્વારા સરકાર પાડવાના પ્રયત્નો બાદ આ નિર્ણય કર્યો છે. તેમના કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું કે, મહાતિરે વડાપ્રધાન પદેથી પોતાનું રાજીનામું મોકલી દીધું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.