ઓસ્કરની વોટિંગ પેનલમાં વિશાલ ભારદ્વાજ અને દિપા ભાટિયાને આમંત્રણ
કોશ્ચ્યુમ ડિઝાઇનર ઇકા લાખાણીને ઓસ્કર તેડું
ઓસ્કર એકેડમીએ દુનિયાભરમાંથી ૫૨૯ નવા સભ્યોને આમંત્રણ આપ્યું, જેમાં છ ભારતીય ફિલ્મનો સમાવેશ
મુંબઈ,ધ એકેડમી ઓફ મોશન પિકચર આટ્ર્સ એન્ડ સાયન્સીઝ દ્વારા તેના નવા આમંત્રિતોની યાદી જારી કરવામાં આવી છે. એકેડમીએ દુનિયાભરમાં ૫૨૯ નવા ફિલ્મ પ્રોફેશનલ્સને તેનું સભ્યપદ ઓફર કર્યું છે. આ યાદીમાં છ ભારતીયોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જે દર્શાવે છે કે ઓસ્કર એવોર્ડ એનાયત કરતી એકેડમીમાં પણ ભારતીયોનું વજન વધી રહ્યું છે.
ભારતમાં જે છ ફિલ્મ પ્રોફેશનલ્સને આમંત્રણ આપવામાં આવ્યું છે તેમાં ફિલ્મ દિગ્દર્શક વિશાલ ભારદ્વાજ, એડિટર દિપા ભાટિયા, કાસ્ટિંગ ડાયરેકટર દિલિપ શંકર,નેશનલ એવોર્ડ વિજેતા એડિટર એ. શ્રીકાર પ્રસાદ અને કોશ્ચ્યુમ ડિઝાઇનર ઇકા લાખાણીનો સમાવેશ થાય છે. જો ૫૨૯ આમંત્રિતો સભ્યપદનું આમંત્રણ સ્વીકારશે તો એકેડમીના સભ્યોની સંખ્યા વધીને ૧૧,૩૧૯ થશે જેમાં ૧૦,૩૩૮ સભ્યો મતદાન કરવાનો અધિકાર ધરાવે છે.એકેડમીની કુલ મેમ્બરશિપમાં વિદેશી સભ્યોનો હિસ્સો બાવીસ ટકા છે. ૯૯મો એકેડમી એવોર્ડ ૧૪ માર્ચ ૨૦૨૭ના રોજ યોજાશે.SS1
