અલ નીનોની અસરથી ચોમાસું પડ્યું નબળુંઃ દેશમાં ૪૩% ઓછો વરસાદ
File
નવી દિલ્હી, દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની ગતિ હાલ ધાર્યા કરતાં ઘણી ધીમી છે. ૨૭ જૂન સુધી સમગ્ર દેશમાં સામાન્ય કરતાં લગભગ ૪૩% ઓછો વરસાદ નોંધાયો છે, જેના કારણે હવામાન વૈજ્ઞાનિકોની ચિંતા વધી છે.
હવામાન વિભાગ અગાઉથી જ જૂનથી સપ્ટેમ્બર વચ્ચે સામાન્ય કરતાં ઓછા વરસાદની સંભાવના વ્યક્ત કરી ચૂક્્યો છે. હવે નવી ચિંતા એ છે કે આ વખતે હિંદ મહાસાગરમાં ઇન્ડિયન ઓશન ડાયપોલ પણ ન્યુટ્રલ (તટસ્થ) સ્થિતિમાં છે.
સામાન્ય રીતે પોઝિટિવ અલ નીનોની નકારાત્મક અસરને અમુક હદ સુધી ઓછી કરવામાં મદદ કરે છે, પરંતુ આ વખતે એવી મદદ મળવાની શક્્યતા ઓછી છે. તેના કારણે ખેતી, જળસંગ્રહ અને ખરીફ પાક પર અસર થવાની આશંકા વધી ગઈ છે. જોકે, હવામાન વિભાગનું કહેવું છે કે આગામી મહિને ચોમાસું સમગ્ર દેશમાં ફેલાઈ ગયા બાદ વરસાદના આંકડામાં થોડો સુધારો થઈ શકે છે.
અહેવાલ મુજબ, નિષ્ણાતોનું માનવું છે કે, હાલ દુષ્કાળ જાહેર કરવાની સ્થિતિ નથી, પરંતુ જો જુલાઈમાં પણ સામાન્ય કરતાં ઘણો ઓછો વરસાદ રહેશે તો અનેક રાજ્યોમાં સ્થિતિ ગંભીર બની શકે છે.
અલ નીનો પહેલાથી જ ચોમાસાને નબળું બનાવી રહ્યો છે અને ન્યુટ્રલ ને કારણે તેને કોઈ વધારાની મદદ મળી રહી નથી. આ જ કારણથી વૈજ્ઞાનિકો સમગ્ર ચોમાસાની સિઝન પર સતત નજર રાખી રહ્યા છે. આગામી કેટલાક અઠવાડિયા ખેતી અને જળસંપત્તિ બંને માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.
હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ ભારતના ચોમાસા પર અસર કરનારા બે મુખ્ય પરિબળો અલ નીનો અને ઇન્ડિયન ઓશન ડાયપોલ છે. અલ નીનો સક્રિય હોય ત્યારે સામાન્ય રીતે ચોમાસું નબળું પડે છે.
જો એ જ સમયે પોઝિટિવ (ૈંર્ંડ્ઢ) હોય તો તે વરસાદની ખામીને અમુક હદ સુધી પૂરી કરવામાં મદદરૂપ બને છે, પરંતુ આ વખતે હિંદ મહાસાગરમાં ન્યુટ્રલની સ્થિતિ છે. તેનો અર્થ એ છે કે તે ચોમાસાને ન તો મજબૂત બનાવશે અને ન તો નબળું પાડશે, જેના કારણે અલ નીનોની અસર વધુ જોવા મળી શકે છે.
૧ જૂનથી ૨૭ જૂન વચ્ચે દેશભરમાં ૪૩% વરસાદની અછત નોંધાઈ છે. અનેક રાજ્યોમાં સ્થિતિ વધુ ગંભીર છે. મેઘાલયમાં ૮૨%, ગુજરાતમાં ૭૯%, મણિપુરમાં ૭૧%, છત્તીસગઢમાં ૬૮%, ઝારખંડમાં ૬૬%, મહારાષ્ટ્રમાં ૫૯%, ઉત્તર પ્રદેશમાં ૫૬%, ઓડિશામાં ૫૨% અને બિહારમાં ૫૦% સુધી વરસાદની અછત નોંધાઈ છે. મધ્ય પ્રદેશમાં પણ ૪૧% ઓછો વરસાદ નોંધાયો છે, જે ખેતીની દૃષ્ટિએ ચિંતાજનક માનવામાં આવે છે.
