Western Times News

Gujarati News

‘સ્પિરિટ’ જોવી એ એક ખાસ અનુભવ હશે: તૃપ્તિ ડિમરી

તૃપ્તિ ડિમરી હાલમાં સફળતાના શિખરે છે

‘સ્પિરિટ’માં તૃપ્તિ ફરી એકવાર સંદીપ રેડ્ડી વાંગા સાથે કામ કરી રહી છે. આ અગાઉ બંનેએ સુપરહિટ ફિલ્મ ‘એનિમલ’ (૨૦૨૩)માં સાથે કામ કર્યું હતું

મુંબઈ, તૃપ્તિ ડિમરી હાલમાં સફળતાના શિખરે છે. ૨૦૨૬માં વિશાલ ભારદ્વાજની ફિલ્મ ‘ઓ’રોમિયો’માં તેનાં અભિનયની પ્રશંસા થઈ હતી. તૃપ્તિએ ત્યારબાદ ‘મા બહેન’ દ્વારા પણ દર્શકોનું દિલ જીત્યું છે. હવે તે સંદીપ રેડ્ડી વાંગાના નિર્દેશનમાં બની રહેલી અને લાંબા સમયથી ચર્ચામાં રહેલી ફિલ્મ ‘સ્પિરિટ’માં પ્રભાસ સાથે જોવા મળશે. તાજેતરમાં આપેલા એક ખાસ ઇન્ટરવ્યુમાં તૃપ્તિએ ફિલ્મને લઈને ઉત્સાહ વ્યક્ત કર્યાે હતો.

તૃપ્તિએ જણાવ્યું કે, “‘સ્પિરિટ’ને લઈને હું ખુબ જ ઉત્સાહિત છું. ફિલ્મ ખુબ જ ખાસ રીતે આકાર લઈ રહી છે. હાલમાં તેના વિશે વધુ કંઈ કહી શકું તેમ નથી, પરંતુ યોગ્ય સમયે દર્શકોને ચોક્કસ કંઈક ખાસ જોવા મળશે.” તેનાં આ નિવેદનથી ફિલ્મને લઈને ચાહકોમાં ઉત્સુકતા વધી ગઈ છે.‘સ્પિરિટ’માં તૃપ્તિ ફરી એકવાર સંદીપ રેડ્ડી વાંગા સાથે કામ કરી રહી છે. આ અગાઉ બંનેએ સુપરહિટ ફિલ્મ ‘એનિમલ’ (૨૦૨૩)માં સાથે કામ કર્યું હતું.

ફિલ્મમાં પ્રથમ વખત તૃપ્તિ અને પ્રભાસની જોડી મોટા પડદા પર જોવા મળશે. થોડા સમય પહેલાં જાહેર કરાયેલા પોસ્ટરને પણ દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. ફિલ્મ ૫ માર્ચ, ૨૦૨૭ના રોજ થિએટરમાં રિલીઝ થવાની છે.નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ‘મા બહેન’ને મળેલા સારા પ્રતિસાદ બાદ તેની સિક્વલ અંગે પણ ચર્ચાઓ શરૂ થઈ છે. આ અંગે પૂછવામાં આવતા તૃપ્તિએ કહ્યું, “ફિલ્મને મળેલા પ્રેમ માટે હું ખુબ આભારી છું. સિક્વલ બનશે કે નહીં તે નિર્ણય નિર્માતાઓનો છે. યોગ્ય સમય આવશે ત્યારે તેઓ જ તેની સત્તાવાર જાહેરાત કરશે.”SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.