Western Times News

Gujarati News

રાજ્યના ખેડૂતોએ વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા આઇ ખેડૂત પોર્ટલ ઉપર તા. ૩૦ એપ્રિલ ૨૦૨૦ સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે

રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુથી  www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવ્યુ છે.

રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ માટે આગામી તા. ૦૧ માર્ચ-૨૦૨૦ થી તા. ૩૦ એપ્રિલ-૨૦૨૦ સુધી ખેડૂતો માટે આઇ ખેડૂત પોર્ટલ ઓનલાઇન અરજી માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. રાજ્યના તમામ ખેડૂતોને તેઓની જરૂરિયાતના ઘટકોમાં સહાય મેળવવા માટે સૂચિત સમયમર્યાદામાં ઓનલાઇન અરજી કરી,અરજીની નકલ તાલુકા કચેરીએ જમા કરાવવાની રહેશે. આઇ ખેડૂત પોર્ટલ ઉપર કરવામાં આવેલી અરજીની નકલ મેળવીને તેમાં ખેડૂત ખાતેદાર સહી/અંગુઠાનું નિશાન કરી, સ્કેન કરી અપલોડ કરવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે તેમ, ખેતી નિયામક કચેરીની યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.