Western Times News

Gujarati News

‘આપ’ના કોર્પોરેટરના આવાસેથી પેટ્રોલ બોમ્બ મળ્યા

નવી દિલ્હી: એએપીના સ્થાનિક કોર્પોરેટર તાહિર હુસૈનની છત પરથી પેટ્રોલ બોંબ, પથ્થરો અને અન્ય પ્રકારના હથિયારો મળી આવ્યા બાદ ભારે ખળભળાટ મચી ગયો છે. આને લઇને એએપી અને ભાજપના લોકો આમને સામને આવી ગયા છે. તાહિર ઉપર આઈબી કર્મચારી અંકિત શર્માની હત્યાનો આક્ષેપ થઇ રહ્યો છે. ભાજપના નેતા કપિલ મિશ્રાએ પણ વિડિયો શેયર કર્યો છે અને તાહિરની ભૂમિકા પર પ્રશ્નો ઉઠાવ્યા છે.


બીજી બાજુ પૂર્વીય દિલ્હીમાંથી ભાજપના સાંસદ ગૌત્તમ ગંભીરે કહ્યું છે કે, જા વિડિયોમાં દેખાઈ રહેલી ચીજા સાચી છે તો તાહિરને કોઇ માફ કરશે નહીં. બીજી બાજુ છત પરથી હથિયારો અને પથ્થરોનો જથ્થો મળી આવ્યા બાદ પોતાની પ્રતિક્રિયા આપતા તાહિર હુસૈને રમખાણમાં કોઇપણ પ્રકારની સંડોવણી હોવાનો ઇન્કાર કર્યો છે અને કહ્યું છે કે, તેમને ફસાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. ઘરની છત પર જે પેટ્રોલ જથ્થો મળી આવ્યો છે તે અંગે તેમની પાસે માહિતી નથી. હિંસા થઇ રહી ત્યારે તેઓએ છ વખત ૧૦૦ નંબર પર ફોન કર્યો હતો. સંજયસિંહની પણ મદદ માંગવામાં આવી હતી.

તાહિરે દાવો કર્યો છે કે, પોલીસની ઉપસ્થિતિમાં  ૨૪મી ફેબ્રુઆરીના દિવસે તેઓ ઘરમાંથી નિકળ્યા હતા. બીજી બાજુ આક્ષેપોનો દોર શરૂ થઇ ગયો છે. કપિલ મિશ્રાએ કહ્યું છે કે, તાહિર હુસૈન અંકિતની હત્યામાં સામેલ છે. તાહિરે કહ્યું છે કે, પોલીસને તપાસમાં સહકાર કરવા માટે તેઓ તૈયાર છે. કપિલ મિશ્રાનું કહેવું છે કે, અંકિત શર્મા જ નહીં બલ્કે ચાર યુવકોને ખેંચીને લઇ જવામાં આવ્યા હતા જે પૈકી ત્રણની લાશ મળી આવી છે. વિડિયોમાં તાહિર બુરખાધારી શખ્સો સાથે લાકડીઓ, પથ્થરો, ગોળીઓ અને પેટ્રોલ બોંબ લઇને નજરે પડે છે.

તાહિર હુસૈને એમ પણ કહ્યું છે કે, તેમને જાનથી મારી નાંખવાની ધમકી પણ મળી રહી છે. ઉત્તરપૂર્વીય દિલ્હીના ખજુરીમાં હિંસા ભડકાવવાના મામલે આમ આદમી પાર્ટીના નેતા તાહિર હુસૈન ફસાઇ ગયા છે. તેમના આવાસથી મળેલા કેટલાક ફોટોના કારણે તેઓ જારદાર રીતે ફસાઇ ગયા છે. તેમના પર શંકાની સોઇ હવે રહેલી છે. તાહિર હુસૈનના ઘરની છત પરથી ગુલેલ, પેટ્રોલ બોંબ અને કટ્ટા સહિતની ચીજવસ્તુઓ મળી આવી છે. સાથે સાથે ઇંટો અને પથ્થરનો જથ્થો મળી આવ્યો છે.

આ ઘરને લઇને એક વિડિયો પહેલાથી જ વાયરલ થઇ ચુક્યો છે. આ ઘરની નજીકથી સતત પથ્થરમારો કરવામાં આવી રહ્યો હતો. આઇટી સ્ટાફ અંકિત શર્માની હત્યામાં પણ પરિવારના સભ્યોનો હાથ હોવાનો આરોપ થઇ રહ્યો છે.  અંકિતની હત્યામાં તેમનો હાથ હોવાની બાબત થઇ રહી છે ત્યારે તેમની તકલીફ વધી જવાના સંકેત દેખાઇ રહ્યા છે. જા કે તાહિર પોતાને નિર્દોષ હોવાની વાત કરી રહ્યા છે. બીજી બાજુ આમ આદમી પાર્ટીએ તાહિર હુસેનનો બચાવ કર્યો છે અને કહ્યુ છે કે આ મામલામાં નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તે જરૂરી છે. હિંસામાં બુધવારના દિવસે આઇબી કર્મચારી અંકિત શર્માનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમના આવાસથી કેટલાક હથિયારો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. હવે માહોલ શાંત થયા બાદ જુદા જુદા પગલા લેવામાં આવ્યા છે.

તમામ હિંસાગ્રસ્ત વિસ્તારોમાં સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસથી જારી હિંસામાં હજુ સુધી ૩૩ લોકોના મોત થઇ ચુક્યા છે અને ઘાયલ થયેલા લોકોની સંખ્યા ૩૦૦ કરતા પણ વધારે રહી છે. હુસૈનના આવાસ પરથી કોલ્ડડ્રિન્કની બોટલોમાં પેટ્રોલ ભરેલા મળી આવી છે. દિલ્હીમાં પહેલાથી જ આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર જારી રહ્યો છે. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા એકબીજા પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે. હાલત ખરાબ થયેલી છે. Âસ્થતીને સુધારી દેવા માટે પોલીસ હવે વિશ્વાસ નિર્માણના પગલા લઇ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.