Western Times News

Gujarati News

૪જી સુવિધા સહિત બેસ્ટ સ્પેશીફિકેશન સાથેના ટેબલેટ વિદ્યાર્થીઓને અપાય છે : મુખ્યમંત્રી

ગાંધીનગર: આજે ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા રાજય સરકાર પર કોલેજાના વિદ્યાર્થીઓને અપાતા ટેબલેટમાં પારદર્શિતા નથી તેવા આરોપોનો જવાબ આપતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે રાજયના વિદ્યાર્થીઓને ટેકલોજીથી શિક્ષણ આપવા માટે રાજય સરકાર દ્વારા એક હજારના ટોકનદરે ટેબલેટ આપવાની યોજના છેલ્લા ત્રણ વર્ષથી અમલી બનાવાઇ છે.અદ્યતન ટેકનોલોજીયુકત ૪જી સુવિધા સહિતના વિવિધ સ્પેશીફિકેશન વાળા ટેબલેટ વિદ્યાર્થીઓને પુરા પાડવા માટે સંપૂર્ણ પારદર્શિાથી ગ્લોબલ ટેન્ડરરીંગ કરીને ટેબલેટની ખરીદી કરી વિદ્યાર્થીઓને પુરા પડાય છે.

જયારે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે રાજય સરકાર દ્વારા લેનોવા પ્રા લી કંપની પાસેથી રૂ.૬,૬૬૭ પ્રતિ ટેબલેટ કિંમતે ખરીદવામાં આવ્યા છે જયારે વિપક્ષના નેતાએ અલીબાબા વેબસાઇટનો ઉલ્લેખ કરીને તેના પરથી ખરીદી કરવાનં સુચન કરીને ટેબલેટની કિંમત અંદાજે ૧,૪૦૦ થાય છે જે વિપક્ષના નેતાએ સમગ્ર ટેબલેટની કિંમત જણાવી છે

તે વિગતો સંપૂર્ણ અભ્યાસ વગેરની છે.  શ્રી ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે હકીકતમાં તો આ કિમત માત્ર ટેબલેટની ટચસ્ક્રીન છે રાજય સરકારે જે ટેબલેટ ખરીદ્યા છે તે અદ્યતન ટેકનોલોજી ધરાવતા ૪ડી ટેબલેટ આપ્યા છે તે ટેબલેટ ડયુઅલ સીમ વોઇસ કોલિંગ,૨ જીબી રેમ ૧૬ જીબી ઇન્ટરનલ મેમરી સહિત એન્ડ્રોઇડ ૭ ઓપરેટીંગ સિસ્ટમ ધરાવતા ઉચ્ચ ગુણવત્તાવાળા ટેબલેટ વિદ્યાર્થીઓને પુરા પડાય છે ત્યારે વિરોધ પક્ષના નેતાએ વિધાનસભા ગૃહમાં ટેબલેટની કિંમત અંગે કરેલ આરોપો તદ્દન પાયાવિહોણા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.