Western Times News

Gujarati News

રાજ્યમાં ભ્રષ્ટાચાર સામે ઝિરો ટોલરન્સની નીતિ અમલમાં : મુખ્યમંત્રી

અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરકારના સરકારના લોકકલ્યાણકારી વિવિધ કાર્યો, સિદ્ધિઓ અને જનહિતલક્ષી અનેક પગલાંઓની રાજ્યપાલએ એમના વિધાનગૃહ સમક્ષ કરેલા પ્રવચનમાં ઉલ્લેખ કરી સરાહના કરી તે માટે એમનો અંતઃકરણપૂર્વક આભાર વ્યકત કર્યો હતો. ગુજરાત વિધાનસભા ગૃહના નેતા તરીકે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યપાલના પ્રવચનના આભાર પ્રસ્તાવ પર પોતાના મનનીય વિચારો વ્યકત કર્યા હતા. તેમણે લોકશાહીના આ સર્વોચ્ચ મંદિર એવા વિધાનસભા ગૃહના સત્તાપક્ષ અને પ્રતિપક્ષ સૌ સભ્યોને પ્રેરણાદાયી સંબોધન કરતા કહ્યું કે આપણા સૌની મથામણ, ચિંતા-ચિંતન-મનન ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમની નવી ઊંચાઇઓ પાર કરાવવાનું જ હોય.

વિધાનસભાના પ્રશ્નોત્તરી સમય દરમિયાન ગૃહના સભ્ય જે સમસ્યા રજૂ કરે તે એક જનપ્રતિનિધિ તરીકે જનતાનો સમાજનો અવાજ હોય છે. એના સમાધાન માટેની ચર્ચાઓ થાય, સરકારના વિભાગોની એ અંગેની વિગતો તપાસાય અને પછી સાથે મળીને એનુ નિરાકરણ લવાય. આખરે તો જનતા જનાર્દનના પ્રશ્નનું નિવારણ થાય એ માટેની જ આ એક વ્યવસ્થા છે તેમ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં એમ પણ કહ્યું કે એ માટેનો રાજકીય સ્વાર્થ એટલી ઊંચાઇએ ન હોવો જોઇએ કે સમાજજીવનની વ્યવસ્થા રોળાઇ જાય, તાણા-વાણા પીંખાઇ જાય અને એનાથી તમારી રાજકીય અપેક્ષાઓ પૂરી થાય. વિજય રૂપાણીએ જણાવ્યું કે તેમણે સમાજજીવન-સમાજ એકતા શબ્દ વાપર્યો છે. આપણો એક સમાજ છે. સાડા છ કરોડ ગુજરાતીઓનો એક જ સમાજ છે.

એકતાની પરિભાષાની નવી કલ્પના છે. સૌના સાથથી ગુજરાતે વિકાસની યશસ્વી ગાથા આલેખી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ગુજરાતના વિકાસની સફળતા કે વિકાસ માત્ર અમે કર્યો છે એવો ઘમંડ અમે ક્યારેય નથી કર્યો. ગુજરાતની વિકાસ યાત્રાના પાયામાં એના સાડા છ કરોડની જનશક્તિનુ સામર્થ્ય સમાયેલુ છે. મુખ્યમંત્રીએ ડો. બાબાસાહેબ આંબેડકરે આપેલા બંધારણમાં સંસદીય લોકશાહીની સ્વચ્છ પ્રણાલિકાના પાયામાં સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ બન્ને પાસેથી અપેક્ષા રાખવામાં આવી છે

તેની ભૂમિકા આપતા કહ્યું કે સ્વસ્થ લોકશાહીના જતન માટે સત્તા પક્ષ જનહિતલક્ષી કાર્યો કરે છે અને એની ઉપર દેખરેખ રાખવાની વિરોધ પક્ષની મહત્વની ભૂમિકા અંગે બંધારણની વિભાવના છે. ગુજરાતમાં તેમની સરકાર ગાંધી, સરદાર અને નરેન્દ્ર મોદીના પદચિન્હો ઉપર ચાલીને સ્વરાજ્ય પછી સુરાજ્ય ‘ગુડ ગવર્નન્સ’ની દિશામાં મક્કમતાથી આગળ વધી રહી છે તેમ જણાવતા વિજય રૂપાણીએ ઉમેર્યુ કે માત્ર સરકાર ચલાવવી કે સત્તામાં ટકી રહેવું એવા સિમીત ખ્યાલથી નહીં પરંતુ લોકોના શમણા સાકાર કરવા, લોકો માટે લોકો વડે, લોકો થકી, લોકોની ઇચ્છાઓ, આશાઓ અને આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા માટે ગુજરાતમાં પારદર્શિતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાના ચાર સ્તંભો ઉપર મક્કમતાથી સરકાર આગળ વધી રહી છે

એમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું. વિજય રૂપાણીએ કહ્યું કે, તેમને એ વાતનો અહેસાસ છે કે, લોકોને આ સરકાર પાસેથી ઘણી અપેક્ષાઓ છે અને અપેક્ષાઓ કામ કરતી, નિર્ણાયક, પ્રગતિશીલ, સંવેદનશીલ, પારદર્શક સરકાર પાસેથી જ હોય તે સ્વભાવિક છે. ‘‘અમે લોકોની અપેક્ષાઓથી ડરનારા માણસો નથી. અમે તો લોકોની અપેક્ષાઓ પૂરી કરવા દિવસ-રાત કામ કરનારા માણસો છીએ’’ એમ તેમણે ઉમેર્યુ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.